VIDEO: જામનગરમાં 15 ઈંચ વરસાદે મચાવી તબાહી! ડ્રોન વીડિયોની નજરે જુઓ આકાશી આફત બાદનો નજારો
જામનગરથી વરસાદ બાદ પાણી ભરાયાના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં આખું શહેર પાણીમાં ગરકાવ થયેલું દેખાઈ રહ્યું છે.
ADVERTISEMENT
Jamnagar Rain: જામનગર 28 ઓગસ્ટે હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી રાજકોટ તથા વડોદરામાં મંગળવારે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ વચ્ચે હવે જામનગરથી વરસાદ બાદ પાણી ભરાયાના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં આખું શહેર પાણીમાં ગરકાવ થયેલું દેખાઈ રહ્યું છે.
જામગનગર જિલ્લામાં સરેરાશ 10 ઈંચ વરસાદ
જામનગર જિલ્લામાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં તા.27 ઓગસ્ટના સવારના 6 વાગ્યાથી તા.28 ઓગસ્ટ સવારના 6 વાગ્યા સુધીમાં કંટ્રોલરૂમના આંકડા અનુસાર જામનગર જિલ્લામાં સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
જામનગર તાલુકામાં 15 ઈંચ વરસાદ
જેમાં સૌથી વધુ જામનગર તાલુકામાં 15 ઇંચ જ્યારે જોડિયા તાલુકામાં 6 ઇંચ, ધ્રોલ તાલુકામાં 7 ઇંચ, કાલાવડ તાલુકામાં 11 ઈંચ, લાલપુર તાલુકામાં 12 ઇંચ, જામજોધપુર તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
જામજોધપુરમાં સીઝનનો સૌથી વધુ 49 ઈંચ વરસાદ
ચાલુ વર્ષે જામનગર જિલ્લામાં સરેરાશ કુલ 40 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામજોધપૂરમાં 49 ઇંચ કરતા પણ વધુ વરસાદ, જ્યારે જામનગર તાલુકામાં 40 ઇંચ, જોડિયા તાલુકામાં 39 ઇંચ, ધ્રોલ તાલુકામાં 26 ઇંચ, કાલાવડ તાલુકામાં 46 ઈંચ, લાલપુર તાલુકામાં 37ઇંચ વરસાદ નોંધાયો છે.
(ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT
ADVERTISEMENT