જામનગર શહેરના આ વિસ્તારમાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનરઃ લોકો ત્રાસ્યા, રિવાબા અને બીપેન્દ્રસિંહ છે અહીંના ઉમેદવાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારો, નેતાઓએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધું છે. ઘરે ઘરે, શેરી ગલીઓમાં ઉમેદવારો બે હાથ જોડી પ્રજા પાસે મત માંગી રહ્યા છે. તેવા સંજોગોમાં જામનગરના એક વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બેનર્સ લાગતા રાજકીય પક્ષોના ઉમેદવારોની ચિંતામાં વધારો થયો છે.

પાયાની જરૂરિયાતો જનતાને આવી રીતે માગ કરવી પડી
જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બેનર્સ લાગ્યા છે. આ બેનર સ્થાનિક મતદારો દ્વારા જ લગાડવામાં આવ્યા છે. જેમાં લખ્યું છે કે, નવાગામ ઘેડને રસ્તો નહીં તો મત નહીં. આમ, ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા છે. એક તરફ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ત્રી પાંખીયો જંગ જામશે. સત્તાપક્ષ વિકાસની વાતો લઈને લોકોની વચ્ચે પહોંચે છે ત્યારે હજુ પણ ઘણા વિસ્તારોમાં, રોડ, પાણી, ગટર, વગેરે જેવી પાયાની માગણીઓ હજુ પણ લોકોને કરવી પડી રહી છે તે ચોંકાવનારું છે અને નેતાઓ માટે શરમજનક છે. જેને લઈને રાજકીય પક્ષોના ઉમેદવારો લોક સંપર્કથી માંડી ગલીએ ગલીએ મત માંગી રહ્યા છે. તો બીજી બાજુ પ્રજાએ પોતાની સમસ્યાનું નિરાકરણ લાવવા ચૂંટણી બહિષ્કાર કરવા સુધીની ચીમકી ઉચ્ચારી છે. જામનગર ના નવાગામ ઘેડ વિસ્તાર શહેર ની 78 ઉત્તર વિધાનસભા બેઠકમાં આવે છે, જ્યાંથી ભાજપના રિવાબા જાડેજા ઉમેદવાર છે તો બીપેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસના ઉમેદવાર. જ્યારે સ્થાનિક મતદારે નવાગામ ઘેડમાં છેલ્લા ઘણા સમયથી રસ્તો બિસમાર હાલતમાં છે અને આ રસ્તો બનવવા લેખિતમાં ખાતરી નહીં મળે તો આ વખતે ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. જેને લઈને રાજકીય પક્ષોના ઉમેદવારોની ચિંતામાં વધારો થયો છે.
(વીથ ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT