Jamnagar: કમર સુધી પાણીમાં ઘેડ પંથક ગરકાવ, MLA રિવાબા જાડેજા રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયા

ADVERTISEMENT

MLA Rivaba Jadeja
MLA Rivaba Jadeja
social share
google news

MLA Rivaba Jadeja: રાજમોતી ટાઉન વિસ્તાર શહેરનો વિકસીત વિસ્તાર છે. બે દિવસથી લોકો પાણી વચ્ચે જીવી રહ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર પાણીથી તરબોળ છે. લોકો 4થી 5 ફૂટ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. પાણીના નિકાલ માટેની જગ્યા છે તે મકાનની દિવાલો ધરાશાયી થઈ ગઈ છે. જામનગરમાં ઘણા વિસ્તારોમાં આવી જ હાલત છે. 

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોનું ફાયરની ટીમ દ્વારા રેસ્કયુ કરવામા આવી રહ્યું છે. તેમજ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે. નવાગામ ઘેડ વિસ્તારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવવા માટે ધારાસભ્ય રીવાબા જાડેજા સ્થળ પર પહોચ્યા હતા. અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા તંત્રને મદદરૂપ થઈ રહ્યા છે.

દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની આ આપત્તિના સમયમાં કોઈ પણ નાગરિક અન્ન જળ જેવી પાયાની જરૂરિયાતોથી વંચિત ન રહે તે માટે કોર્પોરેશન દ્વારા તથા કેટરિંગ એસોસિએશનના સહયોગથી ફૂડ પેકેટ્સ બનાવવામાં આવી રહ્યા છે.

ADVERTISEMENT

જામગનગર જિલ્લામાં સરેરાશ 10 ઈંચ વરસાદ

જામનગર જિલ્લામાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં તા.27 ઓગસ્ટના સવારના 6 વાગ્યાથી તા.28 ઓગસ્ટ સવારના 6 વાગ્યા સુધીમાં કંટ્રોલરૂમના આંકડા અનુસાર જામનગર જિલ્લામાં સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

જામનગર તાલુકામાં 15 ઈંચ વરસાદ

જેમાં સૌથી વધુ જામનગર તાલુકામાં 15 ઇંચ જ્યારે જોડિયા તાલુકામાં 6 ઇંચ, ધ્રોલ તાલુકામાં 7 ઇંચ, કાલાવડ તાલુકામાં 11 ઈંચ, લાલપુર તાલુકામાં 12 ઇંચ, જામજોધપુર તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT