જામનગરઃ સાંસદ પુનમબેન અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી બેઠા ફૂડ પેકેટ ભરવા
દર્શન ઠક્કર.જામનગરઃ જામનગરમાં વાવાઝોડાના સંદર્ભમાં આશ્રિતો માટેના સેવા યજ્ઞ ચાલી રહ્યા છે, ત્યારે જામનગરના રાજકીય અગ્રણીઓની પણ સંવેદનાના આ યજ્ઞમાં જોડાતા જોવા મળી રહ્યા છે.…
ADVERTISEMENT
દર્શન ઠક્કર.જામનગરઃ જામનગરમાં વાવાઝોડાના સંદર્ભમાં આશ્રિતો માટેના સેવા યજ્ઞ ચાલી રહ્યા છે, ત્યારે જામનગરના રાજકીય અગ્રણીઓની પણ સંવેદનાના આ યજ્ઞમાં જોડાતા જોવા મળી રહ્યા છે. રણજીતનગર પટેલ સમાજમાં ચાલી રહેલા ફૂડપેકેટ બનાવવાના સેવાયજ્ઞમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમ માડમ, તેમજ ધારાસભ્ય દિવ્યેશ અકબરી કે જેઓ જાતે જ ફૂડપેકેટ તૈયાર કરવામાં જોડાયા હતા અને પોતાની સંવેદના વ્યક્ત કરી છે.
Biparjoy cyclone: હવામાન વિભાગ પ્રમાણે જાણો ગુજરાતમાં આજની રાતથી કાલનો દિવસ કેવો રહેશે?
વધુ 14000 ફૂડ પેકેટ્સ બનાવ્યા
કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ તેમજ ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા બે દિવસ પહેલાં ૧૫,૦૦૦ ફૂડ પેકેટ તૈયાર કરાયા પછી આજે વધુ ફૂડ પેકેટ બનાવવાની જરૂરિયાત ઊભી થતા નગરના ઉદ્યોગપતિ મેહુલ જોબનપુત્રા અને તેઓના મિત્ર મંડળનો સહયોગ મેળવીને વધુ ૧૪,૦૦૦ ફૂડપેકેટ તૈયાર કર્યા હતા અને જિલ્લાના વહીવટી તંત્રને સુપ્રત કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT