ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, જામનગરના ખેડૂતને 166 કિલો ડુંગળીના મળ્યા ફક્ત 10 રૂપિયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર, જામનગર: રાજ્યસરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોની આવકને લઈ મોટા મોટા બણગાં ફૂંકી રહી છે. ત્યારે વાસ્તવિકતા કઈક અલગ જ જોવા મળી રહી છે. સરકાર ખેડૂતોની જાણે મજાક ઉડાવી રહી હોય તેવી ઘટના સામે આવી છે. જામનગરના બજરંગપુર ગામના ખેડૂત સવજીભાઈ દોમડિયા તથા તેમના પુત્ર શૈલેષભાઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 8 મણથી વધારે એટલે કે, 166 કિલો ડુંગળી વેચી હતી. જેના તેમને માત્ર 10 રૂપિયા જ મળ્યા હતા.

આ બાબતે સવજીભાઈ સાથે વાત કરવામાં આવતા તેમણે જણાવ્યું કે, માત્ર મણના 31 રૂપિયા ભાવ મળતો હોવાથી અમારી મહેનત પાણીમાં જઈ રહી છે. ખર્ચ બાદ કરતાં 166 કિલો ડુંગળી નાં રૂપિયા 10 હાથ માં આવેલ હતાં, જો મણ નાં 200 જેટલાં ભાવ આવે તો જ અમારો ખર્ચ અને રોકાણ નીકળી શકે,

જીવના જોખમે ખેતી થઈ રહી છે
આવક બમણી કરવાની મોટી મોટી વાતો કરી રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાતના ખેડૂતોની હાલત કહફોડી બની રહી છે. રાત્રે ખેડૂતોને લાઇટ મળી રહી છે. જેને લઈ જીવન જોખમે પાક ઉપજાવે છે. ત્યારે પાકની કિમત જાણે ખેડૂતને મજાક ઉડાવવા આપી હોય તેમ લાગી રહ્યું છે. જામનગરના ખેડૂતે 166 કિલો ડુંગળી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વહેચી. જે આવક બમણીના સપનાઈ જોઈ રહ્યા હતા. પરંતુ 166 કિલો ડુંગળીના તેમણે 10 રૂપિયા જ મળ્યા.

ADVERTISEMENT

આમાં કેમ કરવી ખેતી ?
જામનગરના બજરંગપુર ગામના ખેડૂત સવજીભાઈ દોમડિયાએ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 8 મણથી વધારે એટલે કે, 166 કિલો ડુંગળી વેચી હતી. જેના તેમને માત્ર 10 રૂપિયા જ મળ્યા હતા. આ બાબતે સવજીભાઈએ જણાવ્યું કે, માત્ર મણના 31 રૂપિયા ભાવ મળતો હોવાથી અમારી મહેનત પાણીમાં જઈ રહી છે. અમને 10 મણ ડુંગળીનું ઉત્પાદન કરવા માટે 1500 જેટલો ખર્ચો થાય છે. જેને સામે જ્યારે અમે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા જઈએ છીએ ત્યારે તેને અમારે મજબૂરીએ પાણીના ભાવે વેચવી પડે છે. આથી, મહેનત તો ઠીક, પરંતુ ઉત્પાદન માટેનો ખર્ચો પણ નિકળતો નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે, જો અમને એક મણના 200 રૂપિયા પણ મળે તો અમારો ખર્ચો ઉપડી જાય, જોકે તેમાં પણ અમારી મજૂરી તો બાદ જ છે.

આ પણ વાંચો: આખલાના યુદ્ધમાં 6 વર્ષના બાળકનો લેવાયો ભોગ, હવે તો જાગો સરકાર

ADVERTISEMENT

રસીદ સોશિયલ મીડિયામાં થઈ વાયરલ
સવજીભાઈ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચવામાં આવેલી ડુંગળીની વેચાણ રસીદ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ છે. જે રસીદ 25 ફેબ્રુઆરીની છે જેમાં વેચાણ પહોંચમાં વાહન ભાડું 220, ચઢાવ ઉતાર ખર્ચ 16 અને ઠલવાઈ ખર્ચ 4 રૂપિયા, એમ મળીને કુલ ખર્ચ 249 રૂપિયા થયો હતો. જેની સામે ડુંગળીના મણે 31 રૂપિયાના ભાવને કારણે 8 મણના 259.30 રૂપિયા થયા હતા. આથી, ખર્ચ બાદ કરતા માત્ર 10 રૂપિયા જ ખેડૂત સવજીભાઈના હાથમાં આવ્યા હતા.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT