જામનગરમાં ઈકો-ટ્રેક્ટર વચ્ચે ભયંકર ટક્કર, ધર્મગુરુ સહિત એક જ પરિવારના 3નાં મોત
Jamnagar Accident: જામનગરમાં ઈકો કાર અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માતની ખબર સામે આવી રહી છે. ટ્રેક્ટર અન ઈકોની ધડાકાભેર ટક્કર થતા કારમાં સવાર એક જ…
ADVERTISEMENT
Jamnagar Accident: જામનગરમાં ઈકો કાર અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માતની ખબર સામે આવી રહી છે. ટ્રેક્ટર અન ઈકોની ધડાકાભેર ટક્કર થતા કારમાં સવાર એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યા હતા. જો બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા તેમને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
લગ્ન પ્રસંગથી પરત ફરતા અકસ્માત નડ્યો
વિગતો મુજબ, જામનગરના મસીતીયા ગામના મુસ્લિમ સમાજના પીર સૈયદ આમનશાહ બાપુ પોતાના પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ધોરાજીથી ઈકોમાં તેઓ પરત આવતા હતા ત્યારે જામનગર-કાલાવાડ હાઈવો પર મોટી માટલી ગામે તેમની ઈકો કાર અને ટ્રેક્ટર વચેચે ટક્કર થઈ હતી. જેમાં સૈયદ આમનશાહ બાપુ સિદક મિયા, સૈયદ અબેદામાં હેદરશાહ, સૈયદ અફસાના મોહમદ સિદિકનું મોત થઈ ગયું હતું. જ્યારે બે અન્ય ઈજાગ્રસ્તોને જી.જી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
અકસ્માતમાં ધર્મગુરુનું પણ મોત
અકસ્માતની જાણ થતા જ મોટી માટલી ગામના લોકો દોડી આવ્યા હતા અને બચાવની કામગીરી હાથ ધરી હતી. તો પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. જોકે બંને વાહનો વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે ઈકો કારનું પડીકું વળી ગયું હતું અને તેમાં સવાર 3 લોકોના સ્થળ પર જ મોત થઈ ગયા હતા. પોલીસે મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
ADVERTISEMENT
(ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT
ADVERTISEMENT