જામનગરઃ બી.કોમની પરીક્ષામાં બે દિવસમાં ચાર કોપી કેસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગરઃ ગુજરાતમાં પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ છેલ્લા ઘણા સમયથી વધુ સામે આવી રહી છે. હાલમાં જ જામનગર નજીક આવેલી નાઘેડી ગામની કોલેજમાં બે જ દિવસમાં ચાર કોપીકેસ પકડાયા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ બીએનો વિદ્યાર્થી પણ કોપી કેસમાં પકડાયો હતો. ઉલ્લેખનીય છે કે કોલેજની સટીક કામગીરીને પગલે કોપી કેસ પકડાઈ ગયા હતા. આ ઉપરાંતના વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ કરી હતી.

શૌચાલય-પાણીના બહાના કાઢી કરતા ચોરી
જામનગર નજીકની નાઘેડી ગામની કોલેજમાં બે દિવસમાં ચાર કોપી કેસ પકડાયા છે. બેદિવસ પહેલા જ બી કોમના બીજા સત્રની પરીક્ષા આપતા ત્રણ વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા હતા. આ ઉપરાંત ગઈ કાલે જ બીએના પેપરમાં વિદ્યાર્થી ચોરી કરતો પકડાયો હતો. વિદ્યાર્થી શૌચાલય અથવા પાણીના બહાને પેપર વર્ગ ખંડની બહાર લઈ જઈ અન્ય જગ્યાએ પેપર લખતા હોવાનું સામે આવ્યું હતું. જોકે આ વિદ્યાર્થીઓ ઉપરાંતની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.

સુરતની મહિલા પ્રોફેસરના આપઘાતમાં ચોંકાવનારો ખુલાસો, ટોળકી અભદ્ર ફોટો બનાવી કરતી બ્લેકમેઈલ

રાજ્યભરમાં ડમીકાંડ, પેપર લીક, કોપી કેસ જેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા બાદ જામનગર નજીક નાઘેડી ગામની સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજમાં પણ છેલ્લા બે દિવસમાં ચાર કોપી કેસ સામે આવ્યા છે. બે દિવસ પહેલા બીકોમના બીજા સત્રની પરીક્ષા આપતા ત્રણ વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા હતા, જેને લઈને કોલેજ દ્વારા ત્રણેય વિદ્યાર્થીઓ વિરુધ્ધ કોપી કેસ કરવામાં આવ્યો છે. બીજી બાજુ ગઈકાલે બીએનો વિદ્યાર્થી કોપી કરતા પકડાયો હતો. જેને લઈને સંસ્થા દ્વારા ચારેય વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોપી કેસ કરી નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. જે રીતે આ સમગ્ર મામલે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને સાથ આપી પેપર લખાવવામાં આવતી હોવાની અફવાને લઈને સંસ્થા દ્વારા આ બાબતે ખંડન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ પાણી અથવા શૌચના બહાને પેપર સાથે વર્ગ ખંડમાંથી બહાર નીકળી અન્ય જગ્યાએ પેપર લખતા હતા હોવાનું સંસ્થાના ટ્રસ્ટીએ નિવેદન આપ્યું છે. તો કોપી કેસમાં ઝડપાયેલા વિદ્યાર્થીઓએ નિવેદન આપતા કહ્યું કે, પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો ન હોવાથી વર્ગશિક્ષક ની રજા લઈ પાણી પીવા માટે ગયા હતા અને એક વર્ગખંડ જેમાં કોઈ ન હતું ત્યાં બેસીને પેપર લખતા હતા. જે જોઈ સંસ્થા દ્વારા અમારા પર કોપી કેસ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)

    follow whatsapp

    ADVERTISEMENT