Jamnagar News: જામનગરમાં હડકાયા શ્વાનનો આતંક, એક જ રાતમાં 12થી વધુ લોકોને બચકાં ભરીને લોહીલુહાણ કરી નાખ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Jamnagar Rabid Dog Terror News: જામનગરમાં હડકાયા શ્વાનના આતંકની ઘટના સામે આવી છે. જામનગર જિલ્લાના લાલપુરમાં બુધવારે રાત્ર હડકાયા શ્વાને 12 લોકોને બચકા ભર્યા હતા. અડધી રાત્રે શ્વાને 12 જેટલા લોકોને બચકા ભરીને લોહીલુહાણ કરી નાખતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હડકાયા શ્વાનના હુમલાનો ભોગ બનેલા લોકોમાં બાળકોથી માંડી યુવકો પણ છે. જેમાં એક યુવકના આંખ પર તો એક બાળકના ચહેરા પર શ્વાને બચકા ભરીને લોહીલુહાણ કરી નાખ્યા હતા.

હડકાયા શ્વાનને પકડવા તંત્ર કામે લાગ્યું

જામનગરમાં આતંક મચાવનારા આ શ્વાનને પકડવા માટે તંત્ર કામે લાગ્યું છે તો ઘટના બાદ ગ્રામજનોમાં પણ ભય ફેલાયો છે. સ્થાનિકો દ્વારા આ હડકાયા શ્વાનને પકડવા માટેની રજૂઆત તંત્રને કરવામાં આવી છે.જેથી અન્ય કોઈ વ્યક્તિ તેના હુમલાનો ભોગ ન બને.

સુરેન્દ્રનગરમાં પણ બે દિવસ પહેલા શ્વાને 70 લોકોને બચકા ભર્યા હતા

ખાસ છે કે, બે દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં પણ હડકાયા શ્વાને આતંક મચાવ્યો હતો અને દોઢ કિલોમીટરના વિસ્તારમાં 70થી વધુ લોકોને બચકા ભર્યા હતા. જે બાદ ગાંધી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા. આટલી મોટી સંખ્યામાં લોકો સારવાર માટે આવતા શિફ્ટ પૂરી કરીને ઘરે ગયેલા મેડિકલ સ્ટાફને પણ ફરી હોસ્પિટલમાં પાછો બોલાવવાની ફરજ પડી હતી.

ADVERTISEMENT

(ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર)

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT