જામનગરઃ ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં લાખોની ચોરી કરનાર પકડાયો, ચોરે ખરીદ્યો I-phone

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગરઃ ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં એક દુકાનના તાળા તોડી તેની તિજોરીમાં રાખેલા રૂપિયા 10 લાખથી વધુની રોકડ ચોરી થઈ હતી. જે પછી ચોરીની ઘટનાના એક મહિના જેટલો સમય થવા આવ્યો ત્યારે પોલીસને મહા મહેનતે આ ચોર અંગે જાણકારી મળી અને પોલીસે તેને દબોચી લીધો હતો. આ ચોરે પોતાના મોજ શોખ પણ ચોરીના રૂપિયાથી પુરા કરવા માંડ્યા હતા. ચોર પાસેથી એક મોંઘો ફોન પણ મળ્યો હતો જે તેણે ચોરીના રૂપિયાથી ખરીદ્યો હતો. સાથે જ કેટલીક રોકડ પણ મળી હતી. જોકે હજુ ચોર પાસેથી અન્ય રોકડ ક્યાં છે તે અંગે સ્પષ્ટ જાણકારી મળી નથી. કારણ કે ચોરી થઈ હતી તેના કરતા ઘણા ઓછા રૂપિયા તેની પાસેથી મળી આવ્યા છે.

10 વર્ષ બાદ ફરી કેદારનાથ જેવી સ્થિતિ, શું હવે દર વર્ષે આવી સ્થિતિ સર્જાશે?

મળી માહિતી અને પકડાયો ચોર
જામનગર જિલ્લાના ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં ગત તા.18 જુન ના રોજ રાકેશ મનહરભાઇ શેઠ ની “શ્રી મહાવીર ટ્રેડીંગ કંપની” નામની દુકાનમાં રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ દુકાનની બારીની લોખંડની ગ્રીલ તોડી દુકાનમાં તિજોરીમાંથી રોકડ રૂપીયા 10,85,000/- ની ચોરી થવા અંગેનો ચોરીનો બનાવ સામે આવ્યો હતો. પોલીસે આ મામલામાં અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી હતી. દરમિયાન જામનગર એલ.સી.બી.પોલીસે બાતમીના આધારે ધ્રોલ તાલુકાના માણેકપર ગામના પાટીયા પાસેથી મોરબીના આરોપી પ્રકાશ ઉર્ફે પકો જેન્તીભાઇ કુઢીયાના કબ્જામાંથી ચોરી કરેલી રોકડ, મો.ફોન, બાઈક-વિગેરે સાથે પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી કરી છે. અટકાયતમાં લીધેલા આરોપી પ્રકાશ ઉર્ફે પકો જેન્તીભાઇ કુઢીયા પાસેથી રોકડ રૂપીયા 2,00,000/- આઇફોન કિ.રૂ.40,000/- (જે ચોરીના પૈસામાંથી રોકડ રૂપીયામાંથી ખરીદ્યો હતો) ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલા સાધનો પકડ, લોખંડ કાપવાની તણી, વાંદરા ટોપી અને એક મોટરસાઈકલ પણ પોલીસે કબજે કરવામાં આવ્યા છે. આ ગુન્હામાં હવે રાજકોટના અનીલ રામાભાઇ સોલંકી અને જેતપુરના પરેશ નરશીભાઇ સોલંકીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT