જામનગર નજીક 13 વર્ષના કિશોરની ઘાતકી હત્યા, ગુપ્તાંગ ક્રુરતાથી કાઢી નાખ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગરઃ જામનગર નજીક એક કિશોર વયના છોકરાની ઘાતકી હત્યાએ ભારે ચકચાર મચાવી છે. હત્યા એટલી ક્રુરતાથી કરવામાં આવી છે કે લાશને જોનારા તમામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જામનગર નજીક આવેલા પાસાયાબેરાજા ગામે આ ઘટના બની છે જેમાં 13 વર્ષના કિશોરની ઘાતકી હત્યા કરાઈ છે. અહીં સુધી કે કિશોરનું ગુપ્તાંગ પણ ક્રુરતાથી કાઢી નાખવામાં આવ્યું છે. હત્યાની જાણકારી મળતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

શરીર પર આડેધડ ઘા માર્યા
જામનગરના કાલાવડ હાઈવે પર પસાયાબેરાજા ગામ નજીક આજે એક 13 વર્ષીય તરુણની હત્યાથી સનસનાટી મચી જવા પામી છે માથામાં અને શરીરમાં આડેધડ ઘા મારી અને ગુપ્તાંગ કાપી નાખી હત્યાનો આ બનાવ સવારે સામે આવતા પંચકોશી એ ડીવીઝન પોલીસ, એલસીબી સહિતની ટીમો તપાસ અર્થે દોડી ગઈ હતી. પોલીસને હત્યા જોતા આરોપીને આ વ્યક્તિ પર કેટલો ગુસ્સો છે તેનો અંદાજ આવી રહ્યો છે. તેથી હત્યા કરનાર નક્કી તરુણના પરિચયમાં હોવો જોઈએ તેવો અંદાજ છે.

કોણ છે આ કિશોર
આ અંગે મળતી વિગતો પ્રમાણે પસાયા બેરાજા ગામે રહેતા અને ખેતમજુરી કરતા આદિવાસી પરિવારના 13 વર્ષીય પંકજ કાળુભાઈ ડામોરની કોઈ શખ્સો દ્વારા માથા તેમજ શરીર પર આડેધડ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે, વધુમાં આ તરુણની હત્યામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તેનું ગુપ્તાંગ પણ હત્યારાઓ દ્વારા ક્રુરતાપૂર્વક કાપી નાખવામાં આવ્યું છે અને બેરાજાની સીમમાં જે જગ્યાએ આ હત્યાનો બનાવ સામે આવ્યો છે ત્યાંથી મૃતકનો ઘર થોડે દુર આવેલ હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટના અંગે પંચકોશી એ ડીવીઝન પોલીસ ઉપરાંત એલસીબી એફએસએલ સહીત ઉચ્ચ અધિકારીઓની ટીમો સ્થળ પર તપાસ કરી રહી છે અને હત્યારા કોઈ જાણભેદુ જ હોવાની પોલીસ આશંકા સેવી રહી છે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)

    follow whatsapp

    ADVERTISEMENT