જામનગરઃ કોર્પોરેશનના અધિકારી અને સ્થાનીકો વચ્ચે મારામારી, મહિલા સહિત 3 વ્યક્તિને ઈજા
દર્શન ઠક્કર.જામનગરઃ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં કેનાલની સફાઈ કામગીરી વેળાએ મનપાના SSI અને સ્થાનિકોઓ વચ્ચે ઉગ્ર રકઝક થયા બાદ મારામારી થયાનો મામલો સામે આવ્યો છે.…
ADVERTISEMENT
દર્શન ઠક્કર.જામનગરઃ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં કેનાલની સફાઈ કામગીરી વેળાએ મનપાના SSI અને સ્થાનિકોઓ વચ્ચે ઉગ્ર રકઝક થયા બાદ મારામારી થયાનો મામલો સામે આવ્યો છે. જેમાં સેનિટરી સબ ઇન્સ્પેક્ટર (SSI) અને સ્થાનીકની એક મહિલા સહિત ત્રણ લોકોને ઇજા થતા તાત્કાલિક તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જે બનાવના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે. ઉલ્લેખનીય છે કે લોકો અને અધિકારીના નિવેદનોમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. જેથી સત્ય શું છે, ખરેખરમાં શું બન્યું હતું, કોણ સાચું છે કે કોણ ખોટું તે સ્પષ્ટતાથી જાણી શકાતુ નથી. આગામી સમયમાં આ ઘટનાને લઈને કોર્ટ કાર્યવાહી દરમિયાન વધારે વિગતો સામે આવી શકે છે. પરંતુ હાલ આ મામલામાં પોલીસે ઈજાગ્રસ્તોના નિવેદનો નોંધી વધારે તપાસ શરૂ કરી છે.
10 વર્ષ બાદ ફરી કેદારનાથ જેવી સ્થિતિ, શું હવે દર વર્ષે આવી સ્થિતિ સર્જાશે?
શું છે મામલો?
જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ બાબતે સ્થાનિકોમાં અગાઉ ભારે રોષ જોવા મળ્યો હતો. તેને લઈ લોકોએ રસ્તા રોકી ચક્કાજામ કરી અધિકારી, પદાધિકારીનો ઘેરાવ કર્યો હતો અને મ્યુ કમિશનરને આવેદન પાઠવ્યું હતું. તેમજ કમિશનર કચેરી બહાર ધરણા પણ કર્યા હતા. પરંતુ આજરોજ જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાના SSIની ટીમ દ્વારા ગુલાબનગર વિસ્તારમાં ગટર અને કેનાલની સફાઈ કામગીરી ચાલુ હતી ત્યારે ત્યાં જ રહેતા SSI અને તેમના પાડોશમાં રહેતા સ્થાનિક વચ્ચે મકાન બહાર ઓટલો તોડવા બાબતે ઉગ્ર રકઝક થઈ હતી. જે બાદ વાત વણસતા બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને આ બનાવમાં ઇજાગ્રસ્તોના જણાવ્યા અનુસાર તીક્ષ્ણ હથિયારો વડે એકબીજા પર હુમલો કરાયો હતો. જે બાદ સ્થાનિકના રહેણાંક મકાન પર પથ્થર મારો કરતા વાતાવરણ તંગ થયું હતું. તેમાં મનપાના એસએસઆઇ અને એક મહિલા સહિત ત્રણ લોકોને ઇજા થતા તાત્કાલિક જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે મનપાના કર્મચારીઓનો કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો. તેમજ બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી. હાલ પોલિસે ઇજાગ્રસ્તોના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT