CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા જામનગરઃ અસરગ્રસ્તોની લીધી મુલાકાત, તંત્ર કેટલું સુધરશે?

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગરઃ જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે ડૂબી જવાથી છ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. અહીં તો હાલત એવી થઈ ગઈ છે 4થી 5 ઈંચ પાણી તો લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. જન જીવનને ભારે અસર પહોંચી છે. દરમિયાનમાં અધિકારીઓથી માંડીને નેતાઓને પણ લોકો ઉગ્ર સ્વરે ખખડાવવા લાગ્યા હતા. તેવા સંજોગોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગરની મુલાકાત લીધી હતી. અહીં તેઓ અસગ્રસ્તો વચ્ચે ગયા હતા.

વલસાડના મુખ્ય વિસ્તારોને 40 ગામો સાથે જોડતો અંડરપાસ બંધ

લોકો ત્રાહિમામ, દાદાની જામનગર મુલાકાત પછી કેટલું સુધરશે?
જામનગરમાં અવિરત વરસાદ બાદ અસરગ્રસ્તોમાં હાહાકાર મચી ગયો છે. અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત લોકોના ઘરોમાં 4 થી 5 ઇંચ પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. સવારે અસરગ્રસ્તોએ વહીવટીતંત્ર સામે મોરચો ખોલી રોડ બ્લોક કરી દીધો હતો. તેમને સમજાવવા માટે આગેવાનો અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અસરગ્રસ્તોને મળવા જામનગર આવ્યા છે. તેમણે જામનગરમાં અતિવૃષ્ટિથી પ્રભાવિત લોકો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમની સાથે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, જામનગર અને દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ પણ હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રીનો કાફલો જ્યાં પહોંચ્યો ત્યાંની હાલત જોઈ શરમાશે તંત્ર?
જામનગરના તંત્રને ત્યારે તો શરમ આવી જ હશે જ્યારે મુખ્યમંત્રીનો કાફલો જે રસ્તેથી પસાર થયો તે રસ્તા પાસે ગંદકી અને બિસ્માર હાલત જોઈ ગયા હશે. જોકે તંત્રને આ બધાથી કેટલો ફેર પડે છે? મુખ્યમંત્રીની મુલાકાત પછી તંત્ર કેટલું સુધરે છે? તે આવનારા સમયમાં જોવું રહ્યું.

ADVERTISEMENT

(ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)

    follow whatsapp

    ADVERTISEMENT