Jamnagar: Anant ની સ્પીચ સાંભળીને Mukesh Ambani ની આંખોમાંથી આંસુ સરી પડ્યા, જુઓ VIDEO
Anant Ambani and Radhika Mechant: જામનગરમાં અનંત અને રાધિકાનું પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યું છે. શુક્રવારે ફંક્શનના પ્રથમ દિવસે દેશ-વિદેશમાંથી અનેક મહેમાનો તેમાં સામેલ થયા હતા.
ADVERTISEMENT
Anant Ambani and Radhika Mechant: જામનગરમાં અનંત અને રાધિકાનું પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યું છે. શુક્રવારે ફંક્શનના પ્રથમ દિવસે દેશ-વિદેશમાંથી અનેક મહેમાનો તેમાં સામેલ થયા હતા. દરમિયાન પોપ સ્ટાર રિહાનાએ પણ તેમાં પરફોર્મ કર્યું હતું. કાર્યક્રમમાં અનંત અંબાણીએ મહેમાનો અને પરિવારના સભ્યો સમક્ષ સ્પીચ આપી હતી, જે સાંભળીને મુકેશ અંબાણી ભાવુક થઈ ગયા હતા અને પોતાની આંખમાંથી આંસુઓ રોકી શક્યા નહોતા.
'આ બધી વ્યવસ્થા મારી મમ્મીએ કરી છે'
પોતાની સ્પીચમાં અનંત અંબાણીએ કહ્યું, 'મારા મમ્મા છેલ્લા 4 મહિનાથી દરરોજ 18-18 કલાક કામ કરે છે. તમે અહીં જુઓ છો તે બધી વ્યવસ્થા મારી માતા દ્વારા કરવામાં આવી છે. મારા અને રાધિકાને આશીર્વાદ અને પ્રેમ આપવા જામનગર પધારનાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમને અહીં મળીને અમે ખૂબ જ ખુશ છીએ. જો તમે કોઈ સમસ્યા આવી હોય, તો અમે તેના માટે માફી માંગીએ છીએ.
અનંતની સ્પીચ સાંભળી મુકેશ અંબાણી રડી પડ્યા
મારા અને રાધિકા માટે આટલી મોટી ઈવેન્ટનું આયોજન કરવા બદલ હું મારા માતા-પિતા, ભાઈ-બહેન અને ભાભીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ બધાએ છેલ્લા કેટલાક મહિનાઓથી ત્રણ કલાકથી ઓછી ઊંઘ લીધી છે. તમે પણ જાણો છો કે મારું જીવન એટલું સરળ નથી. નાનપણથી જ મેં ઘણી બીમારીઓનો સામનો કર્યો છે. જોકે મારા પિતા અને માતાએ મને ક્યારેય અહેસાસ કરાવ્યો નથી કે હું બીમાર છું. તેમણે મને દરેક સમયે હિંમત આપી. અનંતની વાત સાંભળીને મુકેશ અંબાણી ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT