Jamnagarમાં 19 વર્ષનો યુવક ગરબાની પ્રેક્ટિસ કરતા કરતા ઢળી પડ્યો, નાની ઉંમરે હાર્ટ એટેકથી પરિવાર આઘાતમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

Jamnagar News: રાજ્યમાં હાર્ટ એટેકના વધતા બનાવોએ ચિંતા જગાવી છે. નાની ઉંમરે યુવાનોના હ્રદય બંધ પડી રહ્યા છે. રોજે રોજ હાર્ટ એટેકથી યુવાઓના મોતની ખબર સામે આવી રહી છે. આ વચ્ચે જામનગરમાં 19 વર્ષની ઉંમરે યુવકનું હૃદય બંધ પડી જતા મોત નિપજ્યું છે. ગરબા પ્રેક્ટિસ કરતા યુવકના અચાનક મોતથી પરિજનો આઘાતમાં છે.

19 વર્ષનો વિનીત ગરબા શીખવા જતો હતો

જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તાર આવેલા “સ્ટેપ & સ્ટાઈલ ગરબા ક્લાસ” માં ઉત્સાહ અને જોશ સાથે ગરબાની પ્રેક્ટિસ કરતા 19 વર્ષીય વિનીત મેહુલભાઈ કુંવરિયા નામના યુવકનું હૃદય હુમલાથી મોત નીપજ્યું હતું. યુવાન વિનીતના મૃતદેહને પીએમ અર્થે સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ તકે સંચાલક તથા ગરબા રસિકો સહિત મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં ટોળા જી.જી.હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.

ગરબા રસિકો માટે હાર્ટ એટેકના બનાવો ચિંતાનું કારણ

અચાનક યુવકનું હૃદય બંધ પડી જતા મોતથી પરિજનો ઘેરા આઘાતમાં છે. નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે, એવામાં ઘણા યુવાઓ ગરબા શીખવા માટે ક્લાસમાં જતા હોય છે, ત્યારે આ પ્રકારે હાર્ટ એટેકના કિસ્સાઓ ગરબા રસિકો માટે ચિંતા જગાવી રહ્યા છે. તાજેતરમાં જ જૂનાગઢમાં પણ એક યુવકનું આ રીતે ગરબા પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત થયું હતું.

ADVERTISEMENT

(દર્શન ઠક્કર, જામનગર)

    follow whatsapp

    ADVERTISEMENT