જામનગરમાં સજાતીય સંબંધમાં 16 વર્ષના સગીરની હત્યા, મિત્રોએ ગળે ટૂંપો આપીને લાશ અડધી સળગાવી દીધી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Jamnagar News: જામનગર નજીક સુવરડાની સીમમાં અર્ધ સળગેલી હાલતમાં એક તરુણનો હત્યા કરેલો મૃતદેહ મળી આવતા રહસ્યના આંટાપાટા સર્જાયા હતા. પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસમાં જામનગરના અપહરણ કરાયેલા તરુણનો મૃતદેહ હોવાનું સામે આવતા અરેરાટી સાથે ચકચાર મચી ગઇ હતી. બનાવ સ્થળે સીટી-એ પોલીસ, FSL ટીમ, મામલતદાર સહિતનો કાફલો દોડી ગયો હતો.

સ્કૂલમાંથી સગીરનું અપહરણ થયું હતું

જામનગરના મોહનનગર આવાસ વિસ્તારમાં રહેતા એક સગીરનું ગઇકાલે અપહરણ કરવામાં આવ્યુ હતું. દરમ્યાન CCTV ફૂટેજમાં બે શખ્સ બાઇકમાં લઈ ગયા હોવાની વિગતો સામે આવતા પોલીસ દ્વારા ફરીયાદના આધારે તપાસનો ધમધમાટ આદર્યો હતો. પછી જામનગર નજીક આવેલા સુવરડા સીમમાંથી વહેલી સવારે અર્ધ સળગેલી હાલતમાં એક મૃતદેહ પડયો હોવાની વિગતો મળતા પોલીસ કાફલો દોડી ગયો હતો. જેમાં અપહૃત તરુણની ગળે ટુંપો દઇને ઘાતકી હત્યા કરી સળગાવવાનો પ્રયાસ કર્યાનું ખુલતા અરેરાટી સાથે સનસનાટી મચી ગઈ હતી. મૃતકના બે મિત્રોએ જ વારદાતને અંજામ આપ્યાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા બંને શખ્સોને ઉઠાવી લેવામાં આવ્યા છે અને પૂછપરછ હાથ ધરી છે. તરુણ સાથે કોઇ અઘટીત કૃત્ય આચરવામાં આવ્યું છે કે કેમ એ બાબત પીએમ રીપોર્ટમાં સ્પષ્ટ થશે.

સીસીટીવીમાં બાઈક પર સગીર જતા દેખાયો

જામનગરમાં મોહનનરમાં રહેતા પરિવારના પુત્રનું અપહરણ ગઇકાલે બપોરે કરાયું હતું. ધો.11માં ભણતો પુત્ર સ્કૂલે જવા માટે નીકળ્યો હતો, જે એકાએક લાપતા બન્યો હતો, અને સ્કૂલના ડ્રેસ અને ડ્રેસ સાથે જ ગાયબ થયો હતો. પરિવારજનો દ્વારા ભારે શોધખોળ પછી પણ તેનો પતો નહીં લાગતા આખરે સીટી એ-ડિવિઝનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને અપહરણ અંગેનો ગુનો અજાણ્યા ઇસમો સામે દાખલ કરાવ્યો હતો. તે મામલાની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી. મોહનનગર આવાસના બિલ્ડીંગના સીસીટીવી કેમેરા ચેક કરતાં ત્યાંથી જ એક બાઈકમાં તરુણને લઇ જતા દેખાયા હતા.

ADVERTISEMENT

ગામની સીમમાંથી સગીરનો મૃતદેહ મળ્યો

તેથી પોલીસ તંત્ર દ્વારા ઝીણવટ ભરી તપાસના અંતે તરુણનું અપહરણ કરી જનારના ફૂટેજના આધારે તેમની ઓળખ મેળવી લીધી હતી. દરમ્યાન આજે જામનગર તાલુકાના સુવરડા સીમમાંથી અર્ધ સળગેલી હાલતમાં હત્યા કરાયેલ તરુણનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક વિગતોના આધારે પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પીએમ માટે જામનગરની જી.જી. હોસ્પીટલ મોકલ્યો હતો.

સગીરે મિત્રતા ન રાખતા કરી નાખી હત્યા

બીજી બાજુ પોલીસની અન્ય એક ટુકડીએ તપાસ કરીને અપહરણ કરનાર બે શખ્સોની પૂછપરછ કરી હતી. તેમજ પોલીસની તપાસમાં આ રહસ્યમય બનાવ પરથી કેટલીક વિગતોનો પડદો ઉચકાયો હતો. જેમાં તરુણ અને અપહરણ કરનારા મિત્રો હતા, જો કે તરુણને બે પૈકી એક સાથે મિત્રતા રાખવી ન હોવાથી મનદુ:ખ હતું, આ કારણે અપહરણ કરીને તરુણને સુવરડા ગામની સીમમાં લઇ ગયા હતા, જયાં તેને ગળે ટુંપો દઇ સળગાવવાનો પ્રયાસ કરી ભાગી છૂટયા હતા.

ADVERTISEMENT

આરોપીઓને ફાંસીની સજાની માતા-પિતાની માંગ

તરુણ સાથે સૃષ્ટી વિરુઘ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. પીએમ રીપોર્ટ બાદ આ અંગેની વિગતો સ્પષ્ટ થશે, ઉપરાંત હાલ ગળે ટુંપો દઇને હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે, ટુંપો દેવા ઉપરાંત અન્ય કંઇ ઘટના બની હતી કે કેમ એ મામલે પણ ઉંડાણપુર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. બીજી બાજુ મૃતક તરુણના માતા-પિતાએ મિડીયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, ગઇકાલે અમારો પુત્ર સ્કૂલે જવા નીકળ્યો હતો અને મોડે સુધી પરત નહીં આવતા અમે તપાસ કરી હતી. જો કે તેના બે ભાઇબંધ બહારથી જ લઇ ગયા હોવાનું ઘ્યાન પર આવ્યુ હતું. આથી આ મામલે પોલીસને જાણ કરાઇ હતી. આરોપીઓને ફાંસીની કડકમાં કડક સજા થવી જોઇએ એવી અમારી માંગણી છે.

ADVERTISEMENT

(દર્શન ઠક્કર, જામનગર)

    follow whatsapp

    ADVERTISEMENT