જમ્મુ કશ્મીરના રહીશોને ગાંધીનગરનું ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવી આપતા હતા આ શખ્સો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ભારતીય સુરક્ષા દળોના બનાવટી દસ્તાવેજોના આધારે જમ્મુ કશ્મીરના રહીશોને ડ્રાઈવિંગ લાયસન્સ આપવાના કૌભાંડમાં સંડોવાયેલા જમ્મુ કશ્મીરના 1 તથા ગાંધીનગર આરટીઓમાં વચેટિયાઓ તરીકે કામ કરતા બે શખ્સોની અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામમાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જમ્મૂ કશ્મીરના વોન્ટેડ આરોપીની તપાસ માટે જમ્મૂ કશ્મીર ગઈ હતી. ત્યારે ગત 3 જુલાઈએ બારામુલ્લા જિલ્લાના ઉરીથી નાસર અહેમદ ઉર્ફે નઝીર હબીબુલ્લાહ મીરની ધરપકડ કરી હતી. જેના ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવી તેને અમદાવાદ લવાયો હતો જ્યાં કોર્ટમાંથી તેના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

ગાંધીનગરના એજન્ટો અને અન્ય મળતિયાઓ કોણ?
ગાંધીનગરના આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા સંતોષસિંઘ માધવસિંઘ ચૌહાણ અને ધવલ વસંતકુમાર રાવતની પોલીસે ધરપકડ કરી લીધી છે. ભારતીય સુરક્ષા દળોના બનાવટી દસ્તાવેજોના આધારે જમ્મુ કશ્મીરના રહીશોને ડ્રાઈવિંગ લાયસન્સ આપવાના કૌભાંડમાં સંડોવાયેલા જમ્મુ કશ્મીરના 1 તથા ગાંધીનગર આરટીઓમાં વચેટિયાઓ તરીકે કામ કરતા બે શખ્સોની અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામમાં આવી છે. જેમાં ગાંધીનગરના વચેટિયાઓ તરીકે આ બંનેનો સમાવેશ થાય છે. આ બંને જમ્મુ કશમીરના રહીશો કે જે સુરક્ષા દળમાં ફરજ બજાવતા નથી કે પછી ગાંધીનગરમાં રહેતા નથી તેવા લોકોને સુરક્ષા દળના બનાવટી દસ્તાવેજો ઊભા કરીને ડ્રાઈવિંગ લાયસન્સ બનાવી આપતા હતા.

કર્ણાટક બાદ આંધ્રપ્રદેશમાં પણ અમૂલને પગ પેસારો કરતા પહેલા નડ્યો વિરોધ

જમ્મૂથી પકડાયેલા શખ્સની પુછપરછમાં વસીમ સાથે મળીને આ બંને શખ્સો લોકોને ખોટા દસ્તાવેજોને આધારે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવી આપતા હતા. અત્યાર સુધી 150થી 200 જેટલા સુરક્ષા દળના લાયસન્સ આ શખ્સોએ બનાવી કાઢ્યા છે. જે માહિતી મળતા જ પોલીસ ચોંકી ગઈ હતી. તેઓ એક લાયસન્સ પેટે રૂપિયા 13000થી 20000 રૂપિયા વસુલતા હતા. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી હિતેષ કેશવલાલ લિંબાચીયા (રહે, ગાંધીનગર) અને દિવ્યાંગ જશુભાઈ પટેલ (રહે, ગલુદણ ગાંધીનગર)ને પકડી પોલીસે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ADVERTISEMENT

હતા RTOના યુઝર આઈડી અને પાસવર્ડ
ઉપરોક્ત આરોપીઓ આરટીઓમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા હોવાથી તેમની પાસે આરટીઓના કર્મચારીના યુઝર આઈડી અને પાસવર્ડ હતા જેના ઉપયોગથી તેઓ આ કારસ્તાન કરતા હોવાનું સામે આવ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT