જામનગરમાં તંત્રએ પકડેલી ગાયને પશુ પાલક છોડાવી ગયો, પોલીસ અને ઢોર પાર્ટી મૂકપ્રેક્ષક બનીને જોતી રહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર/ જામનગર: રાજ્યભરમાં રખડતા ઢોરની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે. જેના પગલે રાહદારીઓ અને વાહન ચાલકોએ જીવ ગુમાવવા પડતા હોય છે. એવામાં હાઇકોર્ટ દ્વારા રાજ્યભરમાં રખડતા પશુઓને અડફેટે અકસ્માત સર્જાઈ તેવી સ્થિતિ હોવાનું જણાવી સરકારને આ દિશામાં યોગ્ય કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. જેને પગલે જામનગરનું તંત્ર પણ સફાળું જાગ્યું છે અને રસ્તાઓ પર અડિંગો જમાવી તેમજ જાહેર માર્ગો પર રખડતા પશુઓને પકડવાની કામગીરી છેલ્લા કેટલાય દિવસોથી કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ અને ઢોર પાર્ટીની સામે જ પશુ માલિક પોતાની ગાયને છોડાવીને જતો રહ્યો હતો.

મુખ્ય રોડ પર રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હતી
જામનગર મહાનગરપાલિકાની ટુકડી શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક મુખ્ય માર્ગ પર આંટાફેરા કરતા પશુઓને પકડવાની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન એકાએક આવેલા પશુ માલિકે ખુલ્લેઆમ પોતાનું ઢોર તંત્ર પાસેથી છોડાવી ગયો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, ત્યાં પોલીસકર્મી પણ હાજર હતા, છતાં પોલીસ પણ મુકપ્રેક્ષક બની જોતી રહી.

પોલીસ સામે યુવક ગાયને છોડાવી ગયો
મનપાનું તંત્ર શહેરમાંથી રખડતા પશુઓને પકડી રણજિતસાગર નજીક આવેલા તેમજ સોનલનગરમાં ઢોર ડબ્બે પશુઓને રાખવામાં આવે છે. અને ત્યારબાદ વધુ ઢોર એકત્રિત થઈ જતા અમદાવાદ નજીક પાંજરાપોળ ખસેડવામાં આવે છે. પશુ મલિક પોતાના માલિકીના ઢોર કાયદાકીય કાર્યવાહી હેઠળ દંડનીય રકમ ભરપાઈ કરી છોડાવી શકે છે. જેમાં કેટલીક શરતોનું પણ પાલન કરવાનું હોય છે. જેમ કે ઢોર માલિકે પોતાના ઢોરને જાહેરમાં મુકવામાં ન આવે. ત્યારે આજરોજ ઢોર માલિકે ખુલ્લેઆમ તંત્ર અને પોલીસની હાજરીમાં પોતાના ઢોર બળજબરી પૂર્વક છોડાવી જતા અને પોલીસ પણ મુકપ્રેક્ષક બની તમાશો જોતા આ બનાવને લઈને શહેરભરમાં ભારે ચર્ચા જાગી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT