જખૌમાંથી મળી વિસ્ફોટક સેલ જેવી વસ્તુઃ ચરસનો જથ્યો પણ પકડાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંટેચા.કચ્છઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નશાનો કારોબાર વધ્યો છે અને તેને ડામવા માટે વિવિધ સરકારી સુરક્ષા એજન્સીઓની કાર્યવાહી પણ એટલી વધી છે. નશાકારક પદાર્થોને ગુજરાતમાં ઘૂસતા અટકાવવા અત્યંત જરૂરી છે. આવનારી પેઢી માટે આ જેટલું હાનીકારક છે તેનો અંદાજ માત્ર ધ્રુજાવી મુકનારો છે. હાલમાં જખૌમાં અવારનવાર બિનવારસી હાલતમાં નશાકારક પદાર્થો મળી આવે છે અને આવી જ એક વધુ એક ઘટના બની છે જેમાં નશાકારક પદાર્થો અને વિસ્ફોટક સેલ જેવી વસ્તુ મળી આવી છે.

મિત્રો સાથે વાત કરતા કરતા MSUના વિદ્યાર્થિનું હૃદય બેસી ગયુંઃ હાર્ટ એટેકની વધુ એક કરુણ ઘટના

જખૌના પિંગલેશ્વર વિસ્તારમાંથી ચરસ અને વિસ્ફોટક સેલ જેવી વસ્તુ મળી આવી, સ્ટેટ આઈબી, NIU અને જખૌ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન 10 ચરસના પેકેટ પણ મળ્યા છે. પેટ્રોલિંગ દરમિયાન સ્ટેટ આઈબી એને NIU ને એક વિસ્ફોટક સેલ જેવી વસ્તુ મળી આવી હતી. જે અન્ય દેશની હોવાની પ્રાથમિક માહિતી છે. આ વિસ્ફોટક વસ્તુને લઈને FSL ની ટીમ તપાસ અર્થે બોલાવી લેવાઈ છે. ઉલ્લેખનીય છે કે કચ્છના દરિયા કાંઠે હાલ કરોડો રૂપિયાના ડ્રગ્સના પેકેટ બિનવારસુ હાલતમાં મળી રહ્યા છે. દરરોજ એક બાદ એક ડ્રગ્સના પેકેટ વિવિધ સુરક્ષા એજન્સીઓને દરિયાઈ વિસ્તારમાંથી મળી રહ્યા છે. જેને લઇને પણ તપાસ તેજ કરવામાં આવી છે કે આ ડ્રગ્સના પેકેટ દરિયામાં કોણ ઠાલવ્યા હોઇ શકે છે કે આટલી માત્રામાં ડ્રગ્સમાં પેકેટ મળી રહ્યા છે, હાલ તો એજન્સીઓ દ્વારા દરિયાઈ વિસ્તારમાં વધુ તપાસ હાથ ધરાઈ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT