Jayrajsinh Jadeja આખરે દલિતકાંડ મામલે ખુલીને બોલ્યા, મીડિયા પર કર્યો કટાક્ષ!

ADVERTISEMENT

Jayrajsinh Jadeja
Jayrajsinh Jadeja
social share
google news

Jayrajsinh Jadeja Press Conference: છેલ્લા કેટલાક દિવસોથી ગોંડલના જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજાનો મામલો ચર્ચામાં છે. જૂનાગઢના દલિત યુવાન સંજય સોલંકીનું કથિત રીતે અપહરણ કરીને માર મારવા મામલે ગણેશ જાડેજા સહિત તેના સાગરીતોની ધરપકડ કરીને જેલ ભેગા કરવામાં આવ્યા છે. એવામાં આટલા સમય બાદ પહેલી વખત તેમના પિતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ મીડિયા સામે પ્રતિક્રિયા આપી છે. વાત રજૂ કરતાં તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં મીડિયામાં જે બતાવવામાં આવ્યું તે એકતરફી છે.

દલિત સમાજ સહિત સમગ્ર ગોંડલની પ્રજાનો આભાર

જયરાજસિંહ જાડેજાએ તેમના પુત્રની ધરપકડ મામલે આજે મૌન તોડ્યું છે અને પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, હું આજે જે રીતે ગોંડલની જનતાએ સ્વયંભૂ બંધ પાડ્યું તે જોઇ તેમનો આભાર માનું છું અને ખાસ તરીને વિશેષ આભાર હું દલિત સમાજનો માનું છું કે અહીંના તમામ દલિત સમાજના આગેવાનો મારા સંપર્કમાં હતા, તેમણે ખુલ્લું સમર્થન કર્યું. મને તે પણ જાણવા મળ્યું છે કે દલિત સમાજના આગેવાનો આજની રેલીમાં જોડાયા પણ નથી. જયરાજસિંહે ગોંડલની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, ગોંડલમાં કાયમી ભાઈચારાનું વાતાવરણ બનશે અને તેના માટે મારો પરિવાર જે રીતે મને જે રીતે પારિવારીક હુફ મળે છે અને મારી સમાજ તરફથી હુફ મળે છે તે રીતે હું અને મારો સમાજ હંમેશા મારા વિસ્તારથી જોડાયેલા રહીશું અને ફરીથી હું તમામનો હ્રદય પૂર્વક આભાર માનું છું.

PMAY Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ કેવી રીતે મળે? જાણો અરજી કરવાની સરળ રીત

મીડિયા પર કર્યો કટાક્ષ

વધુમાં તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં પ્રેસ મીડિયામાં જે ચાલ્યું છે તેને મારી ગોંડલની જનતા આવનાર સમયમાં જવાબ આપશે મારે જવાબ આપવાની જરૂર નથી. તેમણે  આગળ મીડિયા પર આક્ષેપ પણ કર્યો હતો અને કહ્યું કે, મીડિયામાં ચાલ્યું છે તે માત્ર એક તરફી ચાલ્યું છે. અમદાવાદની મીડિયા પર બોલતા કહ્યું કે,  ગોંડલનું સર્ટિફિકેટ અમદાવાદથી પ્રેસ મીડિયાના મિત્રો આપી દે, કોઇ મીડિયા ચેનલ આપી દે અને તેનાથી ગોંડલ બદનામ થઇ જાય તેવું હું માનતો નથી.  ગોંડલની જનતા જ તેનો જવાબ આપે તો તે મને વ્યાજબી લાગે છે. 

ADVERTISEMENT

આ પણ વાંચો:- રાજુ સોલંકીએ જયરાજસિંહ જાડેજાને આપી ચેલેન્જ, કહ્યું- 'એક અઠવાડિયું ગોંડલ ગણેશ...'

આ એક આકસ્મિક ઘટના છે

તેમણે આગળ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ એક આકસ્મિક ઘટના છે. તેમણે આકસ્મિક ઘટના કોને કહેવાય તેનું ઉદાહરણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, તમે તમારું વાહન લઇને તમારા ઘરે જઇ રહ્યા છો અને તમારા કોઇને સાથે અથડાવાનું થાય તો તમારો કોઇ ઇરાદો ખરો? તેમણે કહ્યું કે, આ ઘટનાને હું માત્ર ને માત્ર આકસ્મિક ગણું છું. આમાં કોઇ પૂર્વ આયોજીત કાવતરું નથી. જે જુનાગઢનો પરિવાર છે તેનાથી મારે કોઇ પારિવારીક વાંધો નથી, કોઇ પેઢી દર પેઢીનું વેરઝેર નથી, આ કોઇને પણ હું ઓળખતો નથી. ગણેશ પણ તેમને ઓળખતો નથી. 

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT