જગતપાવન સ્વામીની વધી મુશ્કેલી, પોલીસે જાહેર કરી લુકઆઉટ નોટિસ
Vadodara News: વડોદરાના વાડી સ્વામિનારાયણ મંદિરના જગત પાવન સ્વામી સામે પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે. વડોદરાની એક યુવતીની ફરિયાદના આધારે પોલીસે જગતપાવન સ્વામી સામે ગુનો દાખલ કરીને સ્વામીની શોધખોળ હાથ ધરી છે.
ADVERTISEMENT
Jagat Pawan Swami: વડોદરાના વાડી સ્વામિનારાયણ મંદિરના જગત પાવન સ્વામી સામે પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે. વડોદરાની એક યુવતીની ફરિયાદના આધારે પોલીસે જગતપાવન સ્વામી સામે ગુનો દાખલ કરીને સ્વામીની શોધખોળ હાથ ધરી છે. સાથે જ જગતપાવન સ્વામી સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.
વાડી પોલીસ સ્ટેશને નોંધાવી ફરિયાદ
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જગતપાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે.વડતાલ સંપ્રદાયના વાડી સ્વામિનારાયણ મંદિરના જગત પાવન સ્વામી પર ફરિયાદ નોંધાવવા માટે વાડી પોલીસ સ્ટેશન પહોંચેલી ફરિયાદી યુવતીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટના વર્ષ 2016ની છે અને હું આજે ફરિયાદ નોંધાવવા માટે આવી છું. હું જગતપાવન સ્વામી સામે ફરિયાદ નોંધાવવા આવી છું, તેઓ 2016માં વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે કોઠારી સ્વામી હતી.
ADVERTISEMENT
જગતપાવન સ્વામી સામે લગાવ્યા હતા આક્ષેપ
યુવતીએ જણાવ્યું હતું કે, 2014થી અમે મંદિરે દર્શન કરવા માટે જતા હતા અને 2016માં એક દિવસ રાતે મારા ફોનમાં એક ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ જગત પાવન સ્વામી જણાવ્યું હતું. જે બાદ તેઓ દરરોજ ફોન કરતા હતા અને ફોન પર અભદ્ર વાતો કરતા હતા.
ગિફ્ટના બહાને દુષ્કર્મ આચર્યુંઃ પીડિતા
તેણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જગત પાવન સ્વામીએ 2016માં ઘડિયાળ ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરના નીચેના રૂમમાં બોલાવી હતી અને પછી દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન મને તેઓએ ધમકી આપી હતી કે તું કોઈને કહીશ તો તારા પરિવારને જાનથી મારી નાખીશ. તેણીએ જણાવ્યું હતું કે, સ્વામી સોશિયલ મીડિયા પર નું ગ્રુપ હતું, જેમાં ગ્રુપ વીડિયો કોલ કરાવતા હતા અને તેમાં ખરાબ હરકતો કરાવતા હતા. આ ઘટના બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી અને અત્યારે મારી ઉંમર 23 વર્ષ છે. 2016માં ઉંમર નાની હોવાથી કોઈએ મારી વાતને ગંભીરતાથી લીધી ન હતી.
ADVERTISEMENT
હાલ વડતાલ ખાતે રહે છે જગતપાવન સ્વામી
મારી એક જ માંગ છે કે, જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને મારી જેમ અન્ય કોઈ યુવતી આમનો ભોગ ન બને. આ કૃત્યમાં કોણ-કોણ સામેલ હતા એવો સવાલ પૂછતા યુવતીએ એચ.પી સ્વામી, કે.પી સ્વામી અને જે.પી સ્વામીના નામનો ઉલ્લેખ કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT