સ્વામિનારાયણ મંદિરના રૂમમાં જ દુષ્કર્મ, ભોગ બનેલી યુવતીએ સ્વામીની ખોલી મોટી પોલ

ADVERTISEMENT

Vadodara News
લંપટ નીકળ્યો સ્વામી!
social share
google news

Vadodara News: વડતાલ સંપ્રદાયના વાડી સ્વામિનારાયણ મંદિરના જગત પાવન સ્વામી પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. પીડિત યુવતીએ વાડી પોલીસ મથકે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવી છે. 

2016માં બની હતી ઘટનાઃ ફરિયાદી

વડતાલ સંપ્રદાયના વાડી સ્વામિનારાયણ મંદિરના જગત પાવન સ્વામી પર ફરિયાદ નોંધાવવા માટે વાડી પોલીસ સ્ટેશન પહોંચેલી ફરિયાદી યુવતીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, આ ઘટના વર્ષ 2016ની છે અને હું આજે ફરિયાદ નોંધાવવા માટે આવી છું. હું જગત પાવન સ્વામી સામે ફરિયાદ નોંધાવવા આવી છું, તેઓ 2016માં વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે કોઠારી સ્વામી હતી. 

'જગત પાવન સ્વામીએ કર્યો હતો ફોન'

યુવતીએ જણાવ્યું કે, 2014થી અમે મંદિરે દર્શન કરવા માટે જતા હતા અને 2016માં એક દિવસ રાતે મારા ફોનમાં એક ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ જગત પાવન સ્વામી જણાવ્યું હતું. જે બાદ તેઓ દરરોજ ફોન કરતા હતા અને ફોન પર અભદ્ર વાતો કરતા હતા. 

આ પણ વાંચો

ADVERTISEMENT

ગિફ્ટ આપવાના બહાને બોલાવી આચર્યું દુષ્કર્મઃ ફરિયાદી

તેણીએ આક્ષેપ કરતા જણાવ્યું કે, જગત પાવન સ્વામીએ 2016માં ઘડિયાળ ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરના નીચેના રૂમમાં બોલાવી હતી અને પછી દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન મને તેઓએ ધમકી આપી હતી કે તું કોઈને કહીશ તો તારા પરિવારને જાનથી મારી નાખીશ.

અન્ય સ્વામીઓના ગ્રુપનો વીડિયો કોલ આવતોઃ પીડિતા

તેણીએ જણાવ્યું કે, સ્વામી સોશિયલ મીડિયા પર નું ગ્રુપ હતું, જેમાં ગ્રુપ વીડિયો કોલ કરાવતા હતા અને તેમાં ખરાબ હરકતો કરાવતા હતા. આ ઘટના બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી અને અત્યારે મારી ઉંમર 23 વર્ષ છે. 2016માં ઉંમર નાની હોવાથી કોઈએ મારી વાતને ગંભીરતાથી લીધી ન હતી. 

ADVERTISEMENT

હાલ વડતાલ ખાતે રહે છે જગતપાવન સ્વામી

મારી એક જ માંગ છે કે, જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને મારી જેમ અન્ય કોઈ યુવતી આમનો ભોગ ન બને. આ કૃત્યમાં કોણ-કોણ સામેલ હતા એવો સવાલ પૂછતા યુવતીએ એચ.પી સ્વામી, કે.પી  સ્વામી અને જે.પી સ્વામીના નામનો ઉલ્લેખ કર્યો હતો. 

ADVERTISEMENT

ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા

    follow whatsapp

    ADVERTISEMENT