રથયાત્રામાં કેમ પ્રસાદમાં અપાય છે ફણગાવેલા મગ?: Rath Yatra 2023

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદની રથયાત્રા જેટલી અનોખી અને ઉત્સાહથી ભરેલી છે તેટલી જ અદ્ભૂત રથયાત્રામાં લોકો વચ્ચે વહેંચવામાં આવતા પ્રસાદની પણ વાત છે. આજે 72 વર્ષ પછી ભગવાન નવા રથમાં બેસી બહેન સુભદ્રાજી, ભાઈ બલરામ સાથે નગર ચર્યાએ નીકળ્યા છે ત્યારે ભક્તો માટે જાંબુ, કાકડી અને મગનો પ્રસાદ પણ એટલો જ મહત્વ ધરાવે છે. આજે અમે આપને એ કથાથી માહિતગાર કરવા માગીએ છીએ કે ભગવાનની રથયાત્રામાં ફણગાવેલા મગનો જ પ્રસાદ કેમ રાખવામાં આવતો હોય છે.

શું છે મગ સાથે જોડાએલી બાબતો
નગરચર્યા માટે નીકળેલા ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા મોસાળામાં જાય છે અને ત્યાં મામાના ઘરે ખુબ કેરી અને જાંબુ ખાઈ લે છે. જે પચી ભગવાનને આંખો આવી અને તેમને આંખે પાટા બાંધીને ઘરે લવાય છે. તે સમયે ભગવાનને ફણગાવેલા મગ ખવડાવાથી તેમને આંખોમાં ઠંડક થાય છે અને શરીરને મગ તાકાત આપે છે. આમ પણ રથયાત્રામાં ભક્તો માટે મગ એક અલગ જ આરોગ્યને લગતી બાબત સાથે પણ જોડાયેલા છે. રથયાત્રાનો લાંબો રૂટ તેમને પગપાળા કરવાનો થાય છે. જેના કારણે થાક લાગવા અને શરીરમાંથી એનર્જી ઓછી થવાના પણ લક્ષણો આવે તે માટે મગ એટ મોટો ટેકો આપે છે. કારણ કે મગને શક્તિવર્ધક માનવામાં આવે છે.

હૈયે હૈયું દળાયુંઃ રથયાત્રામાં જુઓ આ બે Video કેવી જંગી મેદની ઉમટી છે

આ પ્રકારના પ્રસાદનું પણ અલગ આકર્ષણ, રથયાત્રામાં બ્રહ્મ મુહૂર્તમાં ખીચડીનો પ્રસાદ ધરાવાય છે. કાકડી, જાંબુ અને ફણગાવેલા મગ ઉપરાંત માલપુઆ, ગાંઠિયા અને બુંદીનો પણ પ્રસાદ ચઢાવાય છે. મગ સાથે સુકા મેવાની ખીચડી પણ પ્રસાદમાં અપાય છે. ઉલ્લેખનીય છે કે મગને કારણે ભક્તોમાં થાકનો અનુભવ ઘણો ઓછો થાય છે એવું મનાય છે. જોકે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જાણવાનો પ્રયત્ન કરીએ તો આંખના ચેપના સમયમાં કન્જક્ટિવાઈટિસ થાય છે. આ રોગ ખાસ ચોમાસાના પ્રારંભમાં થતો જોવા મળતો હોય છે. આયુર્વેદ પ્રમાણે મગને અને જાંબુને આંખની રક્ત શુદ્ધિ માટે ગુણકારી માનવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે આ રોગની પુરાણોમાં પણ એટલી જ જાણકારી હશે. કારણ કે તે સમયે પણ ભગવાનને આંખનો રોગ થયાની વાત ઉલ્લેખાઈ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT