જે.પી નડ્ડાએ રાજકોટમાં વિશાળ જનપ્રતિનિધિ સંમેલન સંબોધ્યું, ગુજરાતને ભાજપનો ગઢ ગણાવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ : જગતપ્રકાશ નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે છે જેના અનુસંધાને તેઓ આજે સૌરાષ્ટ્રની યાત્રાએ હતા. અહીં તેઓએ વિશાળ જનપ્રતિનિધિ સંમેલનને સંબોધિત કર્યું હતું. જો કે આ સંબોધન દરમિયાન તેમણે કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા માટે અનેક ઉદાહરણો આપ્યા હતા. જો કે તેમના ભાષણમાં 2 મુદ્દાને બાદ કરતા રાષ્ટ્રીય સ્તરનું ભાષણ હોય તેવું લાગ્યું હતું.

ગુજરાત મુદ્દે માત્ર એઇમ્સ-જામનગર આયુર્વેદિક રિસર્ચ સેન્ટરની વાત
જે.પી નડ્ડાએ જામનગરમાં સ્થપાનાર આયુર્વેદ રિસર્ચ સેન્ટર અને રાજકોટની એઇમ્સ અંગે વાત કરી હતી. તે સિવાય તેમના તમામ મુદ્દે રાષ્ટ્રીય રાજનીતિની આસપાસ રહ્યા હતા. જેમાં કાશ્મીરમાંથી બે નિશાન બે વિધાન આધારિત 370 કલમ હટાવવાથી માંડીને ભાજપની પરિવારવાદ સામેની લડાઇ સહિતના અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેઓએ તમામ રાજ્યોમાં ચાલી રહેલા પરિવારવાદ પર પણ નિશાન સાધ્યું હતું. કોંગ્રેસથી માંડીને કાશ્મીરની પીડીપી, દક્ષિણની વાયએસઆર સુધીની તમામ પાર્ટીઓ પર પરિવારવાદના આક્ષેપો કર્યા હતા.

કોંગ્રેસ સહિત તમામ પ્રાદેશિક પાર્ટીઓ પર પરિવારવાદના આક્ષેપ
જો કે તેમના આ ભાષણમાં આપ પર ક્યાંય પણ પ્રહાર કર્યા નહોતા. તેમણે કોંગ્રેસ પર ભાઇ બહેનની પાર્ટી હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે તેઓ ભાષણમાં વારંવાર કાર્યકર્તાઓને સેવા કરતા રહેવા અને આંતરિક વિખવાદથી દુર રહેવા માટે આડકતરી રીતે અપીલ કરતા રહ્યા. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, ભાજપમાં આંતરિક જુથવાદ મુદ્દે ફરિયાદો છેક દિલ્હી સુધી પહોંચી છે. જેના કારણે પ્રદેશ અધ્યક્ષ તો ઠીક રાષ્ટ્રીય અધ્યક્ષે પણ હવે આ મુદ્દાને ઠારવો પડી રહ્યો છે.

ADVERTISEMENT

ગુજરાત મોડલના વખાણ કર્યા
ગુજરાત મોડેલની વાત કરતા તેમણે ગુજરાતનાં કેટલાક આદર્શ પ્રોજેક્ટ જેવા કે, રિન્યુએબલ એનર્જી, ડિજિટલ ગુજરાત, સેન્ટ્રલાઇઝ મોનિટરિંગ યુનિટ જેવા નવા પ્રોજેક્ટનાં વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, આ નવા નવા ઇનિશિએટિવના કારણે જ ગુજરાત મોડેલ આખા ગુજરાતમાં પ્રચલિત બન્યું છે. સમગ્ર ગુજરાતના મોડેલને આજે સમગ્ર દેશ પસંદ કરી રહ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT