નારી શક્તિને રાષ્ટ્ર શક્તિ તરીકે આગળ લાવવાની આપણી જવાબદારી: વડાપ્રધાન મોદી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : સૌરભ વક્તાનિયા:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના વલસાડ જિલ્લામાં શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે હોસ્પિટલ પ્રોજેક્ટ મહિલાઓ અને સમાજના અન્ય જરૂરિયાતમંદ વર્ગો માટે મોટી સેવા સાબિત થશે. તેમણે શ્રીમદ રાજચંદ્ર મિશનની સેવા ભાવનાની પ્રશંસા કરી હતી. મિશન સાથેના તેમના લાંબા જોડાણને યાદ કરતાં, વડા પ્રધાને તેમની સેવાના રેકોર્ડની પ્રશંસા કરી અને કહ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવના આજના સમયમાં ફરજની આ ભાવના સમયની જરૂરિયાત છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ગુજરાતમાં ગ્રામીણ સ્વાસ્થ્ય ક્ષેત્રે પૂજ્ય ગુરુદેવના નેતૃત્વમાં શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા કરવામાં આવેલા પ્રશંસનીય કાર્ય પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે નવી હોસ્પિટલ દ્વારા ગરીબોની સેવા માટે મિશનની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે. આ હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર દરેકને પોસાય તેવી ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સુલભ બનાવશે. આ અમૃત કાળમાં સ્વસ્થ ભારતના વિઝનને બળ આપશે. આ હેલ્થકેરના ક્ષેત્રમાંદરેકના પ્રયત્નો ની ભાવનાને પણ મજબૂત બનાવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આઝાદી કા અમૃત મહોત્સવમાં, દેશ તેના સપૂતોને યાદ કરી રહ્યો છે, જેમણે ભારતને ગુલામીમાંથી બહાર લાવવાના પ્રયાસો કર્યા હતા. શ્રીમદ રાજચંદ્રજી એવા સંત હતા જેમનું મહાન યોગદાન આ દેશના ઈતિહાસનો એક ભાગ છે.

ADVERTISEMENT

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આવા લોકો જેમણે મહિલાઓ, આદિવાસી લોકો અને વંચિત વર્ગના સશક્તિકરણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેઓ દેશની ચેતનાને જીવંત રાખી રહ્યા છે. મહિલાઓ માટે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપનાના રૂપમાં એક મોટા પગલાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રીમદ રાજચંદ્રજી શિક્ષણ અને કૌશલ્ય દ્વારા દીકરીઓના સશક્તિકરણ માટે ખૂબ જ આગ્રહી હતા. શ્રીમદે ખૂબ જ નાની ઉંમરે મહિલા સશક્તિકરણ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવમાં દેશની મહિલા શક્તિને રાષ્ટ્રીય શક્તિના રૂપમાં આગળ લાવવાની જવાબદારી આપણા સૌની છે.

ભારત પ્રાણીઓ માટે પણ અભિયાન ચલાવી રહ્યું છે.
વડાપ્રધાને કહ્યું કે, બહેનોની પ્રગતિના તમામ અવરોધને દૂર કરવાનો પ્રયાસ કેન્દ્ર સરકાર કરી રહી છે. ભારત આજે જે સ્વાસ્થ્ય નીતિનું પાલન કરી રહ્યું છે તે આપણી આસપાસના દરેક જીવોના સ્વાસ્થ્યની ચિંતા કરે છે. ભારત માત્ર મનુષ્યો માટે જ નહીં પરંતુ પ્રાણીઓ માટે પણ દેશવ્યાપી રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે.

ADVERTISEMENT

વલસાડના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનો પ્રોજેક્ટ ખર્ચ આશરે રૂ. 200 કરોડના ખર્ચે અત્યાધુનિક મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે 250 બેડની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર થઈ રહી છે જે દક્ષિણ ગુજરાત વિસ્તારના લોકોને વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ પૂરી પાડશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT