Dwarka: રાજ્યમાં હવે ગેરકાયદેસર રીતે આગળ વધશે તેની ખેર નથી, જાણો શું કહ્યું મુખ્યમંત્રીએ

ADVERTISEMENT

gujarattak
social share
google news

દ્વારકા: ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી આજે દ્વારકાના પ્રવાસે છે. દ્વારકા જિલ્લામાં ગુજરાતનું સૌથી મોટું મેગા ડિમોલેશન થયાં બાદ ડિમોલેશન સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. CM ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારકાના પ્રવાસે આવતા હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ સરહદોની સુરક્ષાને લઈને મંથન ચાલી રહ્યુ છે.ત્યારે આ મામલે મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં જણાવ્યું કે રાજ્યમાં કોઈપણ ગેરકાયદેસર રીતે આગળ વધશે તો કોઈ પણ હિસાબે ચલાવી લેવામાં આવશે નહીં.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે યાત્રાધામ બેટ દ્વારકાના મુલાકાત લીધી હતી. જોકે આ સ્થળ ઉપર થોડા સમય પહેલા રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ હટાવવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કડક શબ્દોમાં જણાવ્યું ગુજરાતના 1600 કિમી લાંબા દરિયા કિનારા ઉપર સુરક્ષાની દ્રષ્ટિએ કોઈને પણ ગેરકાયદેસર રીતે દબાણ કરવા દેવામાં નહિ આવે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલે કરી મોટી આગાહીઃ 17 જુન પછી સાપ કરડવાના બનાવો વધવાની શક્યતા

ADVERTISEMENT

મુખ્યમણત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, જે જે જગ્યાએ બિનકાયદેસર બાંધકામ હોય કે બીજી કોઈ પ્રવૃતિ હોય. તેને સખત રીતે કાયદાકીય રીતે, મજબૂત રીતે કોઈ પણ હિસાબે ગુજરાતમાં આગળ વધવા દેવામાં નહીં આવે. ગુજરાતમાં સૌથી મોટો દરિયાઈ સુરક્ષા છે. આ 1600 કિમીના પટ્ટામાં કોઈને પણ મગજમાં આવતું હોય કે અહિયાથી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃતિ થઈ શકે એવું છે. તે કોઈ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે. સરકારી યોજના અને તેના લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે કામગીરી થઈ રહી છે. જે કાયદેસર રીતે ગુજરાતમાં રહે છે તેને કોઈ તકલીફ નથી. પણ ગેરકાયદેસર રીતે આગળ વધશે તો કોઈ પણ હિસાબે ચલાવી લેવામાં આવશે નહીં.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

(ઈનપુટઃ રજનીકાંત જોશી, દ્વારકા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT