ઇસુદાન ગઢવી ખંભાળીયાથી લડશે, અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત
અમદાવાદ : ગુજરાતના અનેક લોકો જેની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા તે સમયનો અંત આજે આવી ચુક્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવી ક્યાંથી…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાતના અનેક લોકો જેની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા તે સમયનો અંત આજે આવી ચુક્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે સ્પષ્ટતા કરી દીધી છે. અરવિંદ કેજરીવાલે તેમની જામખંભાળીયા સીટ પરથી જાહેરાત કરી દીધી છે. કેજરીવાલે ટ્વીટ કરતા લખ્યું કે, ભગવાન કૃષ્ણની ભુમી પરથી ગુજરાતને એક સારો મુખ્યમંત્રી મળવા જઇ રહ્યો છે. જેની સૌ કોઇને શુભકામનાઓ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇસુદાન ગઢવી જામખંભાળીયા અથવા તો દ્વારકાથી લડે તે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું હતું. પરંતુ જે પ્રકારે દ્વારકામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા તેને જોતા તથા સામાજિક સમિકરણોને ધ્યાને રાખીને આખરે જામખંભાળીયા સીટ પરથી જ ઇસુદાન ગઢવીને ઉભા રાખવા આપના નિષ્ણાંતોને યોગ્ય લાગ્યા હશે. જેથી આખરે અરવિંદ કેજરીવાલે તેમની જામ ખંભાળીયા સીટ પરથી જાહેરાત કરી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇસુદાન ગઢવી જામખંભાળીયાના પીપળીયા ગામે જન્મ થયો હતો. તેઓ જામખંભાળીયાના સ્થાનિક હોવાના કારણે તેમની સ્થાનિક સ્તરે ખ્યાતી પણ છે. જો કે ભાજપ દ્વારા મુળુ બેરા જ્યારે કોંગ્રેસ દ્વારા વિક્રમ માડમને ટિકિટ આપવામાં આવી છે. તેવામાં ઇસુદાન ગઢવી, મુળુ બેરા અને વિક્રમ માડમ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે.
ADVERTISEMENT
ADVERTISEMENT