ઇસુદાન ગઢવીએ મધ્યપ્રદેશની ઘટનાને લઈ કર્યા ભાજપ પર પ્રહાર કહ્યું, સત્તાના અહંકારમાં માનવતા ભૂલી ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: મંગળવારે એક ખૂબ જ અમાનવીય અને શરમજનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પ્રવેશ શુક્લા નામનો વ્યક્તિ, જે ભાજપના ધારાસભ્ય કેદારનાથ શુક્લાનો પ્રતિનિધિ હોવાનું કહેવાય છે, તે આદિવાસી યુવક પર પેશાબ કરતો જોઈ શકાય છે. ત્યારે આ ઘટનાને લઈ રાજકારણ ગરમાયું છે. આ ઘટનાના પડઘા ગુજરાત સુધી પડ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સત્તાના અહંકારમાં માનવતા ભૂલી ગયા છે. ગુજરાતમાં પણ લોકોનો આ વીડિયો જોઈએને ખુબ રોષ છે.

મધ્યપ્રદેશમાં ભાજપના એક નેતાએ આદિવાસી શખ્સ પર પેશાબ કરી જે હિન કૃત્ય કર્યું છે. આખા માનવ સમાજને કલંક લગાડે તેવુ કૃત્ય કર્યું છે. સત્તાના અહંકારમાં માનવતા ભૂલી ગયા છે. ગુજરાતમાં પણ લોકોનો આ વીડિયો જોઈએને ખુબ રોષ છે,ખાસ આદિવાસી સમાજમાં આ ઘટનાને લઈને ખુબ રોષ છે. કઈ હદે માનવતા મરી પરવારી છે આમ આદમી પાર્ટી માગ કરે છે કે માત્ર ધરપકડ કરી પાંચ દિવસમાં ભુલી જાય અને ફરી પોલીટિકલ પાવર વાપરી છુટી જાય એમ નહીં પણ કડકમાં કડક અને દાખલારુપ સજા થાય એવુ થવુ જોઈએ.

આમ આદમી પાર્ટી કરશે આ કામ
ઇસુદાન ગઢવીએ કહ્યું કે, કોઈપણ વ્યક્તિ એ પછી ભાજપનો નેતા હોય કે કોઈપણ હોય અંહકારમાં આવુ હીન કૃત્ય ન કરે તેવી કાર્યવાહી આ શખ્સ પર કરવા માગ છે. આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા પણ કલેક્ટર ઓફિસોમાં આવેદન પત્રો આપી હિનવૃતિ વાળા શખ્સો સામે કાર્યવાહી કરવા માગ કરશે. અને આવા કોઈ વ્યક્તિને ક્યારેય કોઈ સાથ ન આપે બચાવે નહીં એ પણ જોવુ એટલુ જ જરુરી છે.

ADVERTISEMENT

જાણો શું છે ઘટના
મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે આદિવાસી યુવક પર પેશાબ કરનાર આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ પીડિત આદિવાસી યુવકે ઘટનાના વીડિયોને નકલી ગણાવ્યો છે. આ માટે તેણે એફિડેવિટ ફાઈલ કરી છે. વાસ્તવમાં મંગળવારે એક ખૂબ જ અમાનવીય અને શરમજનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પ્રવેશ શુક્લા નામનો વ્યક્તિ, જે ભાજપના ધારાસભ્ય કેદારનાથ શુક્લાનો પ્રતિનિધિ હોવાનું કહેવાય છે, તે આદિવાસી યુવક પર પેશાબ કરતો જોઈ શકાય છે. આ વીડિયો વાયરલ થતાં મધ્યપ્રદેશનું રાજકારણ ગરમાયું છે.

ભાજપના ધારાસભ્યએ કર્યો મોટો ખુલાસો
આ અંગે ભાજપના ધારાસભ્ય કેદારનાથ શુક્લાનું કહેવું છે કે પ્રવેશ શુક્લા તેમના પ્રતિનિધિ નથી. દરમિયાન, અખબારની એક ન્યૂઝ ક્લિપિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં પ્રવેશ શુક્લા ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હોવાના સમાચાર છે. આ ક્લિપિંગમાં એવું કહેવામાં આવ્યું છે કે, સીધીના ધારાસભ્ય કેદારનાથ શુક્લાએ મધ્યપ્રદેશ ઈસ્ટ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીમાં પ્રવેશ શુક્લાને પોતાના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગે કેદારનાથ શુક્લા પણ નિશાને આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT