સાધુ-સંતોની ધરપકડ મામલે ઇસુદાન આકરા પાણીએ કહ્યું, ભાજપ હિન્દુ વિરોધી પાર્ટી
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ સરકાર સામે આંદોલનો ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યા છે. એક બાદ એક આંદોલનો વેગ પકડી રહ્યા છે. સરકાર…
ADVERTISEMENT
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ સરકાર સામે આંદોલનો ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યા છે. એક બાદ એક આંદોલનો વેગ પકડી રહ્યા છે. સરકાર સામે ગૌ શાળા સંચાલકોએ બજેટમાં ફાળવવામાં આવેલ રકમ મામલે આંદોલનના માર્ગે છે. ત્યારે આજે પશુપાલકો અને સંતોને ડિટેન કરવામાં આવ્યા છે. આ મામલે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ સરકાર સામે ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે ભાજપ ભાજપ હિન્દુ વિરોધી પાર્ટી છે.
સરકાર સામે સતત આંદોલનો ચાલી રહ્યા છે. સરકાર સામે ગૌશાળા સંચાલકો આવ્યા છે. ગૌશાળા સંચાલકોએ બજેટમાં ફાળવવામાં આવેલ 500 કરોડની રકમમાંથી એક રૂપિયો પણ ફાળવવામાં ન આવતા 48 કલાકનું અલ્ટિમેટમ આવ્યું હતું. 48 કલાક બાદ કોઈ નિર્ણય લેવામાં ન આવતા આજે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ મામલે ગૌશાળા સંચાલકો, પશુપાલકો અને સંતોની અટકાયત કરવામાં આવી છે. બનાસકાંઠામાં થઈ રહેલા વિરોધ મામલે આજે 4 જેટલા સંતોને ડિટેન કરવામાં આવ્યા છે. આ બાબતે ઇસુદાન ગઢવીએ ભાજપપર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ગૌ માતાના નામે વોટ માંગનાર ભાજપ આજે સાબિત થઈ ગઈ છે કે ભાજપ હિન્દુ વિરોધી પાર્ટી છે.
ભાજપ આજે સાધુસંતોની ધરપકડ કરાવી છે
ઇસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, આજે પશુપાલકોની અને સાધુ સંતોની જે રીતે ધરપકડ કરાવી છે. ગૌ માતાના 500 કરોડના બજેટ માંથી નયો પૈસો આપ્યો નથી. 5 ચોરસ કરોડ મીટરની જમીન ભાજપ અને તેના મળતીયાએ પચાવી પાડી છે. ત્યારે ગૌ માતાના નામે વોટ માંગનાર ભાજપ આજે સાબિત થઈ ગઈ છે કે ભાજપ હિન્દુ વિરોધી પાર્ટી છે. ભાજપ આજે સાધુસંતોની ધરપકડ કરાવી રહ્યા છે. જે ગાયમાતા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. આજે પાંજરાપોળમાં નથી ફંડ આપતા અને નથી ખાલી કરતાં ભાજપના મળતીયાએ કબજો કરી દીધો છે. સાધુ સંતોની ધરપકડને વખોડીએ છીએ આગામી સમેંઆ ભાજપ આ અત્યાચાર ચાલુ રાખસે તો વિધાનસભ્યનો ઘેરાવો કરીશું
ADVERTISEMENT
ADVERTISEMENT