સુરતમાં પુલ બેસવાની ઘટનાને લઈ ઇસુદાન ગઢવી લાલઘૂમ, ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: સુરત શહેરને બ્રીજ સીટી તરીકે ઓળખવામાં આવે છે । આ બ્રિજ સિટીમાં વધુ એક બ્રિજનો સમાવેશ એક મહિના પહેલા થયું હતું । ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તાપી નદી ઉપર બનેલો વેડ વરીઆવ ઓવરબ્રિજનો લોકાર્પણ કર્યું હતું. બ્રીજના લોકાર્પણના હજુ તે એક મહિનો થયું હતું ત્યારે વરીયાવ બાજુ ઉતરતા બ્રિજની રોડ ઘસી ગયું હતું અને રોડ વચ્ચે તિરાડ પડી ગઈ હતી. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું હતું કે કોઈ ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે. હું નરેન્દ્ર મોદીજીને વિનંતી કરું છું કે ગુજરાતમાં સીબીઆઇ અને ઇડીને મોકલવામાં આવે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વિડીયોના માધ્યમથી એક ગંભીર મુદ્દા પર વાત કરતાં કહ્યું કે, સુરતમાં ફક્ત એક મહિના પહેલા જ એક બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તે બ્રિજ હવે તૂટવા માંડ્યો છે. એ બ્રિજમાં હવે તિરાડો પડવા માંડી છે. આ કોઈ પહેલો બ્રિજ નથી. છેલ્લા દોઢ મહિનામાં પાંચથી છ બ્રિજમાં તિરાડો પડી છે. ભ્રષ્ટાચાર પોકારી રહ્યો છે. નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું હતું કે કોઈ ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે. હું નરેન્દ્ર મોદીજીને વિનંતી કરું છું કે ગુજરાતમાં સીબીઆઇ અને ઇડીને મોકલવામાં આવે. કારણ કે ગુજરાત અત્યંત ભ્રષ્ટાચારમાં સપડાઈ ચૂક્યું છે.

મોટા મોટા બ્રિજમાં તિરાડો પડી છે અને આના કારણે ગમે તે સમયે મોટી જાનહાનિ થઈ શકે એવા ચાન્સ છે. આપણે મોરબીમાં જોયું કે એક બ્રિજ તૂટવાના કારણે 135 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. તે સમયે મોરબીમાં પણ સીબીઆઇ આવી ન હતી. અમે રાહ જોઈ રહ્યા છીએ કે કઈ રીતે તપાસો થશે. બુથ માટે લોકોના ઘરે ભાજપના કાર્યકર્તાઓ જઈ રહ્યા છે પરંતુ જનતાના હિત માટે ક્યારેય જતા નથી. એ લોકોને ફક્ત ચૂંટણીઓ જ જીતવી છે. પણ જ્યારે આવા મોટા ભ્રષ્ટાચાર થાય છે તો ભાજપના કોઈ નેતા કંઈ બોલતા નથી.

ADVERTISEMENT

ઉઠાવ્યા સવાલો
આજે ભાજપના કોઈ નેતા કાંઈ બોલતા નથી, કોઈ અધિકારીઓ કંઈ બોલતા નથી. આ બ્રિજમાં 118 કરોડનો ખર્ચ થયો છે એવું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. બ્રિજ બની ગયા પછી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતું હોય છે એ કોણે કર્યું છે? કયા નેતાને નિવેધ પધરાવ્યું છે કે પછી ક્યાંય ચૂંટણી ફંડમાં કોઈ રૂપિયા આપ્યા છે? આ બધાની હકીકત શું છે એ વાત બહાર આવે એના માટે આમ આદમી પાર્ટી તપાસની માંગ કરી રહી છે. છેલ્લા થોડા સમયમાં પાંચથી છ બ્રિજમાં તિરાડો પડી છે, તો આ બધાની જ તપાસ કરવામાં આવે.

    follow whatsapp

    ADVERTISEMENT