જ્ઞાન સહાયક યોજનાને લઈ ઈસુદાન ગઢવી લાલઘૂમ કહ્યું અગ્નિવીર જેમ ભાજપ શિક્ષણ વીર લાવીને યુવાનોનું શોષણ કરશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: આવનાર લોકસભાની ચૂંટણી પહેલા ફરી આમ આદમી પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન ગુજરાતમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ચૂંટણી લડશે. 26 બેઠકો માટે આમ આદમી પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ યુવાનોના મુદ્દે ભાજપ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, વર્ષોથી ટેટ ટાટની પરીક્ષા આપીને લાખો વિદ્યાર્થીઓ એક સપનું જોઈને બેઠા હતા કે તેમને એક સરકારી નોકરી મળશે. પરંતુ ભાજપ અગ્નિવરની જેમ શિક્ષણ વીર લાવીને યુવાનોનું શોષણ કરવા જઈ રહી છે.

ઇસુદાન ગઢવીએ કહ્યું કે, ભાજપ અગ્નિવરની જેમ શિક્ષણ વીર લાવીને યુવાનોનું શોષણ કરવા જઈ રહી છે.
આ વાત ગુજરાતના યુવાનો જ કહી રહ્યા છે. બે પરીક્ષા આપ્યા બાદ પણ યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા હતા પરંતુ ભાજપએ જ્ઞાન સહાયકના નામે કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાનું નક્કી કર્યું છે. આજે ઘણા માતા પિતાઓ અને યુવાનો અમને કહી રહ્યા છે કે ભાજપને વોટ આપીને તેમણે ભૂલ કરી છે.

આમ આદમી પાર્ટી કરશે ઉગ્ર વિરોધ
ભાજપ પર પ્રહાર કરતાં ઇસુદાન ગઢવીએ કહ્યું કે, અમે ભાજપને સ્પષ્ટપણે કહેવા માગીએ છીએ કે, કોન્ટ્રાક્ટ પર જે શિક્ષકોની ભરતી કરવાના છો તે તમે રદ કરો નહિતર આગામી સમયમાં આમ આદમી પાર્ટી ઉગ્ર વિરોધ કરશે. આમ આદમી પાર્ટી યુવાનો અને તેમના માતા-પિતાઓ સાથે છે. ભાજપે અગ્નિવીર યોજના લાગુ કરી અને ગુજરાતના લોકો 156 સીટો તેમને આપી તો આજે ભાજપના લોકો જ કહી રહ્યા છે કે અમે જેટલું શોષણ કરી રહ્યા છીએ એમ અમને એટલા જ વધુ મત મળી રહ્યા છે.

ADVERTISEMENT

ભાજપને આવ્યું અહંકાર
મારી ગુજરાતના યુવાનો અને તેમના સગા સંબંધીઓને વિનંતી છે કે જો તેઓ ભાજપમાં હોય તો તેમાંથી રાજીનામાં આપી દે. જો ભાજપને હરાવવામાં આવશે તો જ તે લોકો આવી યોજનાઓ રદ કરીને યુવાનોને નોકરીઓ આપશે. ભાજપે જ્ઞાન સહાયકમાં એક નવું લોલીપોપ આપ્યું છે કે વિદ્યા સહાયકમાં રૂ.19,950 પગાર આપવામાં આવે છે અને આ કોન્ટ્રાક્ટરના જ્ઞાન સહાયકોને ચાર પાંચ હજાર રૂપિયા વધુ આપીને નોકરી ઉપર રાખીશું. આનો અર્થ સ્પષ્ટ છે કે ભાજપને અહંકાર આવી ગયું છે.

પંજાબમાં ભગવંત માન\ની સરકાર આવી ત્યારબાદ તેઓએ 12,700 કોન્ટ્રાક્ટ પરના શિક્ષકોને કાયમી કર્યા છે. એવી જ રીતે 2027માં આમ આદમી પાર્ટીની સરકાર આવવાની સાથે જ ફક્ત એક મહિનામાં તમામ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને અમે કાયમી કરીશું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT