‘તારે જેની જોડે શરીર સંબંધ રાખવા હોય રાખજે’: અમદાવાદની પરિણીતાએ આખરે….

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદની એક યુવાન પરિણીતાને પતિના શબ્દોએ હચમચાવી મુકી હતી જ્યારે તેણે કહ્યું કે, ‘તારે જેની જોડે શરીર સંબંધ રાખવા હોય રાખજે’. આ યુવતીને તેનો પતિ પોતાની સાથે શરીર સંબંધ ના રાખીને બીજા કોઈ સાથે સંબંધ રાખશે તો વાંધો નથી તેમ કહી ત્રાસ આપતો હતો. સતત શંકા કરીને ફોન ચેક કરતો હતો. આખરે પતિ, સાસુ, સસરાથી કંટાળીને પત્નીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

કિંજલે કંટાળીને પોલીસની મદદ માગી
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતી 29 વર્ષની કિંજલ (નામ બદલ્યું છે)ના દોઢ વર્ષ પહેલા 2020માં મણીનગર વિસ્તારના કાંકરિયા નજીક રહેતા જય (નામ બદલ્યું છે) સાથે લગ્ન થયા હતા. કિંજલ નર્સિંગનો અભ્યાસ કરતી હતી. ફરિયાદ પ્રમાણે, લગ્ન પછી કિંજલને તેના સાસુ સાથે જમવાના બાબતે ઝઘડા થતા હતા. કિંજલને નોકરીમાંથી પણ ફોન આવે તો જય તેનો ફોન ચેક કરતો અને તેની પર શંકા કરતો હતો. તે કિંજલને તે સંબંધીઓના નંબર સેવ કર્યા હતા અને તેના માટે પણ તેના માટે પણ હેરાન કરતો હતો. આ તરફ સવારે સાત વાગ્યે રસોઈ બનાવવાને લઈને સાસુ સાથે ઝઘડા થતા હતા. ઘણી વખત ફોન ચેક કરી જય કિંજલને માર પણ માર્યો હતો.

Train Accident: ઓરિસ્સામાં વધારે એક ટ્રેન દુર્ઘટના, 6 મજૂરોના ઘટના સ્થળે નિપજ્યાં મોત

કિંજલ સાથે તેનો પતિ જય શરીર સંબંધ નહીં રાખીને કહેતો કે, તારે જેની સાથે સંબંધો બાંધવા હોય તે રાખજે, હું તેનો વિરોધ નહીં કરું. સાસરીયાઓના ત્રાસથી કંટાળીને આખરે કિંજલે પોલીસ સામે પોતાની સમગ્ર પરેશાની મુકી હતી. પોલીસે આ મામલામાં ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT