IPL મેચની તમારી ટિકિટ નકલી તો નથી ને? સુરતમાંથી 7 ઠગોની સાયબર સેલે કરી ધરપકડ

ADVERTISEMENT

Surat News
હવે નકલી IPL ટિકિટ કૌભાંડ!
social share
google news

Surat News: IPL 2024નું પ્રથમ સપ્તાહ રોમાંચક મેચોથી ભરેલું હતું. આ ટુર્નામેન્ટ 26 મે સુધી ચાલશે. આ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં સુરતમાંથી IPL 2024ની નકલી ટિકિટ ઓનલાઈન વેચવાનું કૌભાંડ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. મુંબઈ સાયબર સેલે મુખ્ય સૂત્રધાર સહિત 7 આરોપીઓની કરી ધરપકડ કરી છે. 

મેચમાં કમાઈ લેવા શોધ્યો હતો નુસ્ખો

ડિજિટલાઈઝેશન ભારતને અનેક બાબતોમાં ઘણા મોટા દેશો કરતાં આગળ લઈ ગયું છે. તો ભારતમાં સાયબર હુમલાનું જોખત સતત વધી રહ્યું છે. સાયબર ઠગો લોકો સાથે છેતરપિંડી આચરવા માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. ત્યારે આ ઠગોએ IPL મેચમાં પણ કમાઈ લેવા માટે નવો નુસ્ખો શોધી કાઢ્યો હતો, જોકે તેમનો આ નુસ્ખો લાંબા સમય સુધી ચાલ્યો નહીં. 

આ પણ વાંચોઃ રૂપાલાની ટિકિટ રદની માંગ સાથે પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કર્યો, કમલમ ખાતે જોહરની ચીમકી ઉચ્ચારી

 

આ પણ વાંચો

ADVERTISEMENT

નકલી ટિકિટો વેંચી કરતા હતા કમાણી

સુરત શહેરમાંથી મુંબઈ સાયબર સેલે નકલી IPLની વેબસાઈટ બનાવી લોકો સાથે છેતરપિંડી આચરતી આરોપીઓની ટોળકીને ઝડપી પાડી છે. મુંબઈ સાયબર સેલે કુલ 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ ફેક વેબસાઈટ બનાવી લોકો સાથે છેતરપિંડી આચરતા હતા અને નકલી ટિકિટો વેંચીને કમાણી કરતા હતા.

આ પણ વાંચોઃ KVS Class 1 Admission 2024: કેન્દ્રીય વિદ્યાલયનું એડમિશન ફોર્મ ભરતી વખતે ન કરતા આ ભૂલો, ફોર્મ થઈ જશે રદ

7 આરોપીઓની કરાઈ ધરપકડ

જે બાદ મુંબઈ સાયબર સેલ એક્ટિવ થઈ ગઈ હતી, જે બાદ મુંબઈ સાયબર સેલ દ્વારા આ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હાલ સાયબર સેલ દ્વારા આ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. 

ADVERTISEMENT

   

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT