Kutch: ભાજપના રસોડે કંઇક અલગ જ રંધાઇ રહ્યું છે? પક્ષને જ હરાવવા નેતાઓ મેદાને!
કૌશિક કાંટેચા/ભુજ : જેમ-જેમ વિધાનસભા ચૂંટણીને લઈને મતદાનનાં દિવસો નજીક આવી રહ્યા છે તેમ-તેમ રાજકીય સમીકરણો તેજ બની રહ્યા છે. જો કે કચ્છમાં કંઇક અલગ…
ADVERTISEMENT
કૌશિક કાંટેચા/ભુજ : જેમ-જેમ વિધાનસભા ચૂંટણીને લઈને મતદાનનાં દિવસો નજીક આવી રહ્યા છે તેમ-તેમ રાજકીય સમીકરણો તેજ બની રહ્યા છે. જો કે કચ્છમાં કંઇક અલગ જ રાજનીતિ ચાલી રહી છે. કચ્છમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ પોસ્ટને લઈને હાલ રાજ્ય નહિ પણ દેશની રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ભાજપને ભાજપના જ નેતાઓ હરાવી દેશે
સૂત્રો અનુસાર કચ્છમાં અબડાસા બેઠક અને માંડવી બેઠક પર ભાજપના જ ઉમેદવારોને હરાવવા માટે રાપર વિધાનસભા સીટના ભાજપ ઉમેદવાર વિરેન્દ્રસિંહ મેદાને હોય તેવી રાજકીય ચર્ચાઓ જોર પકડ્યું છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં માંડવીના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજા સાથે વિરેન્દ્રસિંહની તસ્વીરની એક પોસ્ટ પણ વાયરલ થઈ છે.
પાર્ટીએ ઘટનાને ગંભીરતાથી લીધી અને ઉમેદવારની ઝાટકણી કાઢી
વિશ્વસનીય રાજકીય સૂત્રોનું માનીએ તો પાર્ટી હાઇકમાન્ડે આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે. પાર્ટીનાં સિનિયર નેતાઓ વિરેન્દ્રસિંહની ઝાટકણી કાઢી છે. પણ આપી છે કે આવી પ્રવૃતિ જો તેમણે કરી હશે તો ભાજપ આવી પ્રવુતિ ક્યારેક માફ નહિ કરે.
ADVERTISEMENT
વિરેન્દ્રસિંહે જાહેર ખુલાસો કરતી પોસ્ટ કરી
માંડવી કચ્છનાં ધારાસભ્ય અને હાલ રાપર વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ આજે સોશિયલ મીડિયા પર એક જાહેર ખુલાસો કરતી પોસ્ટ કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે “હું વિરેન્દ્રસિંહજી જાડેજા ર – માંડવી વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારોને અપીલ કરું છું કે, સોશ્યિલ મીડિયામાં ક્ષત્રિય સમાજને અપીલ કરતી ખોટી પોસ્ટો ફરે છે. જેના પર ધ્યાન ન આપીને આપણે સહુ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મજબૂત કરવા માટે માંડવી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અનિરુદ્ધ દવેને મત આપીને જંગી બહુમતીથી વિજયી બનાવવા સહુને અપીલ કરું છું”
વિરેન્દ્ર સિંહે જો કે સવાલોના જવાબ આપવાનું ટાળ્યું
સૌથી મોટો સવાલ અહીંયા એક જ છે કે શું વિરેન્દ્રસિંહને લઈને જે રાજકીય ચર્ચાઓ જોર પકડ્યું છે એ સત્ય છે? અને વિરેન્દ્રસિંહને જાહેર ખુલાસો કરવાની જરૂર શા માટે પડી? જો કે આ તમામ વચ્ચે કદાચ રાપર સીટ જીતવી વિરેન્દ્રસિંહ માટે કપરી બની શકે છે. સિનિયર નેતાઓની નારાજગી વચ્ચે રાપર વિધાનસભા સીટ જીતવું અઘરું છે. રાપર વિસ્તારમાં સ્થાનિક કક્ષાએ વિરેન્દ્રસિંહ જ્યારથી ભાજપ ઉમેદવાર ઘોષિત થયા છે ત્યારથી અમુક ભાજપનાં કાર્યકરો નારાજ છે. જોકે આ રાજકીય ચર્ચાઓ અંગે ગુજરાત Tak એ વિરેન્દ્રસિંહનો સંપર્ક સાધવાની કોશિશ કરી પણ સંપર્ક સાધી શકાયો નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT