Exclusive: PM મોદી સાથે મુલાકાત બાદ પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું લેવાયું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાતના રાજકારણમાં હાલ પ્રદીપસિંહ વાઘેલાનું નામ ખૂબ જ ચર્ચામાં છે. ભાજપના પ્રદેશ મહામંત્રીના અચાનક સ્વૈચ્છિક રાજીનામાની ખબરથી અનેક અટકળો ચાલી રહી છે. તેમણે રાજીનામું સ્વૈચ્છાએ આપ્યું કે પછી તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું. અંદર ખાને એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, તાજેતરમાં જ PM મોદી ગુજરાતના બે દિવસની મુલાકાતે આવ્યા હતા. 27 જુલાઈએ રાજકોટમાં વિવિધ કાર્યક્રમોના લોકાર્પણ બાદ PM ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પ્રદીપસિંહની પણ PM સાથે મુલાકાત થઈ હતી. ત્યારે એવું કહેવાય છે કે PM સાથે મુલાકાત બાદ પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું.

હકીકતમાં PM 28મી જુલાઈએ ગાંધીનગરમાં હતા. તો ભાજપના કહેવા મુજબ પ્રદીપસિંહે પણ એક અઠવાડિયા પહેલા રાજીનામું આપી દીધું હતું. આમ બંને ઘટનાઓ સાથે બની હોવાથી બંને વચ્ચે ખાસ સંબંધ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

પ્રદીપસિંહના મામલામાં એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, જમીન કાંડના મામલે ઘણા વખતથી તપાસ ચાલી રહી હતી. પરંતુ પોલીસ પાસે જે પુરાવા આવ્યા તે પુરાવા ખૂબ જ સ્ફોટક અને પાર્ટીની છબીને નુકસાન કરે તેવા હતા. માટે પ્રદીપસિંહનું રાજીનામું તરત જ લેવાયું અને કહેવામાં આવ્યું કે હવેથી તમારે કમલમ આવવાની જરૂર નથી.

ADVERTISEMENT

ભાજપના રજની પટેલે શું કહ્યું?

ભાજપના નેતા રજની પટેલે પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા પર કહ્યું કે, ‘તેમણે પોતાના અંગત કારણોસર પાર્ટીમાંથી સ્વેચ્છિક રાજીનામું આપ્યુ છે. તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યુ છે. એમણે કહ્યું કે હમણા મને પાર્ટીમાં કામ કરવાની અનુકૂળતા નથી એટલે હું થોડો સમય પાર્ટીમાંથી સ્વૈચ્છીક રાજીનામું માંગું છું.’

ADVERTISEMENT

પ્રદીપસિંહ વાઘેલાએ શું કહ્યું?

આ પહેલા ખાનગી ચેનલ સાથે વાત કરતા પ્રદિપસિંહ વાઘેલાએ પોતે પાર્ટી અધ્યક્ષના કહેવા પર 7 દિવસ પહેલા જ રાજીનામું આપી દીધું હોવાનું જણાવ્યું હતું. જોકે તેમના રાજીનામાના સ્વીકાર અંગે હજુ પાર્ટી તરફથો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે, મેં માત્ર જવાબદારી છોડી છે, હું પાર્ટીનો વફાદાર કાર્યકર્તા છું અને મેં ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નથી. હું આ અગ્નિ પરીક્ષામાંથી બહાર આવીશ. કલમમમાં પ્રવેશ ઉપર પ્રતિબંધની વાત સદંતર ખોટી છે. મારી સામે પણ પત્રિકા યુદ્ધ ચાલે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT