Oreva ના જયસુખ પટેલ પરષોત્તમ રૂપાલાના વેવાઈ છે? સમાચાર જંગલની આગની જેમ થઇ રહ્યા છે VIRAL
અમદાવાદ: મોરબીની ઘટના થી હજુ લોકો કંપી રહ્યા છે. એક બાદ એક ઘટનાને લઈ ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ફોટો વાઇરલ…
ADVERTISEMENT
અમદાવાદ: મોરબીની ઘટના થી હજુ લોકો કંપી રહ્યા છે. એક બાદ એક ઘટનાને લઈ ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં ઓરેવાના જયસુખ પટેલ અને ભાજપના સરકારના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા વચ્ચેનો સબંધ વાઇરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલ ફોટોમાં એક ન્યુઝ પેપરનું કટિંગ શેર કરવામાં આવ્યું છે તેમા ઉલ્લેખ કરેલો છે કે, ઓરેવાના જયસુખ પટેલ અને ભાજપના સરકારના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા વચ્ચેનો વેવાઈપણાનો સબંધ છે. આ સબંધને કારણે જ ઝૂલતા પુલનો કોન્ટ્રાક્ટની 10 વર્ષની મુદત પૂર્ણ થયા પછી ઓરેવા ગ્રુપે ચાર વર્ષ સુધી કબજો પોતાના પાસે રાખ્યો. 10 નહીં પણ 15 વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ મેળવ્યો. વધુ માં કોઈ ક્લીયરન્સ વગર જ પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો. પુલ તૂટી પડ્યાના 24 કલાક બાદ પણ આ પરિવાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઘટના અંગે રૂપલનું મોઢું સિવાઈ ગયું છે. કારણકે તેમના પુત્ર જિગર રૂપાલાની સાસુ અને મોરબીના જયસુખ પટેલ બંને મામા ફોઈના ભાઈ બહેન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઘટનાને આટલા દિવસો વીતી જવા છતા પણ હજી સુધી ઓરેવાના માલિક વિરુદ્ધ કાર્યવાહી તો ઠીક પરંતુ નોંધાયેલી ફરિયાદમાં તેના નામનો ઉલ્લેખ સુદ્ધા કરવામાં આવ્યો નથી. જેના કારણે પહેલાથી જ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં વાયરલ થયેલું આ પોસ્ટર મુસીબતમાં ઓર વધારો કરી શકે છે. જો કે આ પોસ્ટરમાં ગુજરાતના એક પ્રતિષ્ઠીત અખબારનું કટિંગ મુકવામાં આવ્યું છે. જો કે આની સત્યતા અંગે હજી ગુજરાત તક કોઇ પૃષ્ટી કરતું નથી પરંતુ હાલ આ પોસ્ટર ખુબ જ વાયરલ થઇ રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT