શું કોંગ્રેસ સરકાર બની રહી છે? બેઠક બાદ જયપુરમાં અત્યારથી રિસોર્ટ બુક કરી દેવાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતની તમામ બેઠકો પર સરેરાશ 62 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આવતી કાલે 8 ડિસેમ્બર, 2022 ના દિવસે 182 બેઠકો પર મુરતિયા નક્કી થશે. જો કે તે પહેલા કોંગ્રેસ પોતાની સરકાર બની રહી હોવાનો ન માત્ર દાવો કરે છે પરંતુ હવે તેવી કાર્યવાહી પણ શરૂ કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સીનિયર નેતાઓની બેઠક
મતગણતરી પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સિનિયર નેતાઓની મહત્વની બેઠક યોજી હતી. આ બેઠક પ્રદેશ પ્રભારી રઘુ શર્માની આગેવાનીમાં યોજાઇ હતી. જેમાં ચૂંટણીમાં થયેલા મતદાનના આંકડાઓનું વિશ્લેષણ પણ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ 125 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. મતદાનની પેટર્ન અનુસાર દરેકે દરેક બેઠક અંગે ચર્ચા કરી હતી. જો કે હંમેશાની જેમ કોંગ્રેસને અત્યારથી જ ધારાસભ્યો તુટવાનો ડર સતાવવા લાગ્યો છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા જયપુરમાં રિસોર્ટ બુક કરાવાયો
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસ દ્વારા જયપુરમાં રિસોર્ટ બુક કરાવી દેવાયો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જેમ જેમ સ્થિતિ સ્પષ્ટ થશે તેમ તેમ ધારાસભ્યોને રવાના કરવામાં આવશે. જેથી કોઇ પણ પ્રકારની તડજોડની રાજનીતિને અટકાવી શકાય. ભાજપ ગોવામાં 2 ધારાસભ્યો સાથે પણ સરકાર રચી શકતી હોય તો અહીં પણ એવું ન કરી શકે તેની સ્થિતિ ખાળવા માટે કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ધારાસભ્યો માટે રિસોર્ટ બુક કરી દેવાયા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT