‘જેગુઆરના ટેક્નીશિયન પાસેથી UKથી મગાવ્યા રિપોર્ટ’ તથ્ય પટેલના મામલે અમદાવાદ પોલીસ કમિશનરે જાણો શું શું કહ્યું- Video
અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અક્સ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 10 થઈ ગઈ છે. તથ્યની કારની સ્પીડને લઈને છેલ્લા ઘણા સમયથી વિવિધ ચર્ચાઓ ચાલી…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અક્સ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 10 થઈ ગઈ છે. તથ્યની કારની સ્પીડને લઈને છેલ્લા ઘણા સમયથી વિવિધ ચર્ચાઓ ચાલી હતી. જોકે કારની સ્પીડ કેટલી હતી તેને સ્ફોટક ખુલાસો એફએસએલના રિપોર્ટમાં થયો છે. જ્યાં તથ્ય કારની સ્પીડ 120 હોવાનું કહેતો હતો. જ્યાં લોકો 160 હોવાનું કહેતા હતા ત્યાં આ બંને આંકડા થોડા ખોટા પડ્યા છે. રિપોર્ટમાં કાંઈક અલગ જ સામે આવ્યું છે જે તથ્ય અને તેના વકીલ માટે પણ લોહી થીજાવી નાખનારું છે. જેગુઆર કાંડમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલના મામલામાં ઠેરઠેર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. દરમિયાનમાં બંનેની ધરપકડ કરીને પોલીસે તથ્યના રિમાન્ડ મેળવ્યા હતા જ્યારે પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો હતો. આજે તથ્યના આ રિમાન્ડ પુરા થયા હતા. પોલીસે તથ્યના ફર્ધર રિમાન્ડની માગણી કરી ન્હોતી. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનરે આ મામલામાં કેટલીક બાબતો પર પ્રકાશ પાડતા આજે પત્રકાર પરિષદ કરી હતી.
શું કહ્યું અમદાવાદ પોલીસ કમિશનરે?
અમદાવાદ પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ દ્વારા આ મામલામાં કહ્યું કે, વાહનની સ્પીડ 141.27 હોવાનું સામે આવી ગયું છે. મતલબ કે સ્પીડ ઘણી વધારે હતી. તપાસની ટીમ દ્વારા બનાવ સ્થળનું પૃથક્કરણ કરી દસ્તાવેજી પુરાવા એકત્ર કરાયા છે. અકસ્માત સમયે શામેલ વાહનોની વિગતો અને સાક્ષીઓ મળ્યા છે. વાહનની લાઈટ જે દિવસના પ્રકાશ મુજબની લાઈટ હોય છે તે ક્લિયર થયું છે. તેમણે કહ્યું કે, જેગુઆર કંપનીના ટેકનીશિયન અને એન્જિનિયર પાસેથી રિપોર્ટ્સ મગાવ્યા છે. યુકેથી આજે રાત્રી સુધીમાં આ રિપોર્ટ મળી જશે. જેમાં કેવી પ્રકારની લાઈટ અને ડિઝાઈન રહે છે અને આવા સંજોગોમાં તેના કેવા ફિચર્સ છે, તે સહિતની વિગતવાર માહિતીઓ સામે આવશે. બ્લડ સેમ્પર રિપોર્ટ્સ પણ એકાદ દિવસમાં સામે આવી જશે. ડીએનએ પણ કાર્યવાહી કરાઈ છે જેથી સ્પેશીફિક વ્યક્તિ એસ્ટાબ્લિશ થાય છે તેથી ડીએનએ પણ કર્યું છે. સરકારે કહ્યું છે તે પ્રમાણે સુધીમાં ચાર્જશીટ કરી છે. ગાંધીનગરમાં પણ તેણે એક્સિડેન્ટ કર્યો છે, જેમાં વિમા કંપની તરફતી વિમો કરાયો હતો જેની તપાસ કરી રહ્યા છીએ. આરટીઓના રિપોર્ટ આધારે બ્રેક ફેઈલ ન્હોતી. તેના બ્રેકને લગતા વાહનમાં કોઈ ડિફેક્ટ જણાઈ નથી.
વિસ્મય શાહ જેલમાંથી છૂટ્યોઃ BMW થી ફંગોળી નાખ્યા હતા બે યુવાનોને
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતને લઈને તથ્યની જેગુઆર કારનો એફએસએલ રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં તથ્યની કાર 141.27ની સ્પીડમાં દોડતી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સ્પીડ લીમીટ કરતા તો આ સ્પીડ ઘણી જ ચોંકાવનારી છે. જો કાર આટલી સ્પીડમાં દોડાવી ના હોત તો શક્ય હતું કે અચાનક ટોળું સામે આવ્યા પછી પણ કારને કાબુમાં કરી શકાઈ હોત અને લોકોની અમુલ્ય જીંદગી બચી શકી હોત. હવે જોવું રહ્યું કે આટલી ભયાનક સ્પીડના રિપોર્ટને જોઈ કોર્ટમાં આગળ શું કાર્યવાહી થાય છે.
ADVERTISEMENT
શું બન્યો હતો બનાવ?
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા થાર કારના અકસ્માતમાં કે જે કાર એક સગીર વયનો છોકરો ચલાવતો હતો. જે છોકરાના અકસ્માત બાદ લોકો ઈજાગ્રસ્તોને મદદ કરવા બ્રિજ પર ટોળા ભેગા થયા હતા ત્યાં જ પુરપાટ ઝડપે આવતી જેગુઆર કાર કે જે તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો. તે કાર લોકોના ટોળામાં ઘૂસી જાય છે અને લોકોને ફંગોળી નાખે છે. 20 લોકોને ફંગોળી નાખનારી જેગુઆર કારની ઝડપ પણ અત્યંત વધારે હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં કુલ 9 વ્યક્તિના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે જશવંતસિંહ નામના પોલીસ કર્મચારી મોડી રાત્રે સારવાર દરમિયાન અવસાન પામ્યા હતા. જે પછી આ ઘટનામાં મૃત્યુઆંક 10 સુધી પહોંચ્યો છે. આ તરફ પોલીસે આરોપી પિતા પુત્રની ધરપકડ કરી લીધી છે. ઘટનાને લઈને પોલીસે તુરંત ઘટનાનું રિકન્સ્ટ્રક્શન સહિતની કામગીરી હાથ ધરી છે.
સુરતમાં પણ થયો કરુણ અકસ્માતઃ 3 માસુમ વિદ્યાર્થીઓના ગયા જીવ
ઉલ્લેખનીય છે કે, પોલીસે જેગુઆર કાંડના બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ પાસેથી પોલીસે તેમના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. આ કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકારી વકીલે એવું પણ કહ્યું હતું કે, આરોપી પોલીસને સહકારી આપી રહ્યા નથી. કોર્ટે આરોપી પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યો હતો. તથ્ય પટેલ અંગે કોર્ટ 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા હતા. તથ્ય પટેલને લઈને કરવામાં આવેલી વકીલની સક્ષમ દલીલો અને પોલીસની કાર્યવાહીને જોતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા હતા. આજે તથ્યના આ રિમાન્ડ પુરા થયા હતા. પોલીસે તથ્યના ફર્ધર રિમાન્ડની માગણી કરી ન્હોતી. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યો છે.
ADVERTISEMENT
પોલીસે કરી તપાસ કમિટિની રચના
આ ઘટનાના પડઘા ના માત્ર અમદાવાદના ખુણે ખુણે પરંતુ સમગ્ર ગુજરાત જ નહીં દેશ અને વિદેશોમાં પણ પડ્યા છે. લોકોએ આ ઘટનાના વીડિયો અને તેની ભયાનકતાના દ્રશ્યો જોઈને આઘાત અનુભવ્યો છે. આપને અહીં જણાવી દઈએ કે ગુજરાત પોલીસ દ્વારા આ ઘટનાને લઈને ખાસ તપાસ કમિટિની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં કોણ કોણ છે તે પણ જાણાવીએ તો આ કમિટીમાં ટ્રાફિકના ડીસીપી નીતા દેસાઈ, ટ્રાઈકના એસીપી એસ જે મોદી, એસજી-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ અપૂર્વ પટેલ, એસજી-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ વી બી દેસાઈ, એ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ પી બી ઝાલા, એન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ કે પી સાગઠીયા અને અમ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ એચ જી કટારીયાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)
ADVERTISEMENT