પ્રામાણિક છબી ધરાવતા IPS Hasmukh Patelને પણ ના છોડ્યા આ શખ્સોએ, બનાવ્યું ફેક એકાઉન્ટ
IPS Hasmukh Patel news: ગુજરાત પોલીસમાં એવા ઘણા આઈપીએસ અધિકારીઓ અને કર્મચારીઓ છે કે જેઓ પ્રમાણિક્તા સાથે કામ કરે છે. આવા પોલીસ કર્મચારીઓની સંખ્યા પણ…
ADVERTISEMENT
IPS Hasmukh Patel news: ગુજરાત પોલીસમાં એવા ઘણા આઈપીએસ અધિકારીઓ અને કર્મચારીઓ છે કે જેઓ પ્રમાણિક્તા સાથે કામ કરે છે. આવા પોલીસ કર્મચારીઓની સંખ્યા પણ મોટી છે. હાં એ વાત જુદી છે કે આવા પોલીસ કર્મચારીઓ પર હંમેશા અન્ય અપ્રમાણિક પોલીસ કર્મચારીઓના કારણે લાંછન લાગતા રહ્યા છે. આવી જ પ્રમાણિક પોલીસ અધિકારીની છબી ધરાવતા આઈપીએસ હસમુખ પટેલ પણ છે. જોકે જ્યારે આવા અધિકારીઓ સાથે પણ કેટલાક બદમાશો અયોગ્ય હરકતો કરે ત્યારે સામાન્ય માણસના પણ લોહી ઉકળી ઉઠે છે.
‘નક્શો બદલાઈ જશે’, દિલ્હીમાં G20 Summit વચ્ચે વારાણસી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
હસમુખ પટેલે લોકોને ચેતવ્યા
આપને જણાવી દઈએ કે ગુજરાત પોલીસના અધિકારી અને હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ પણ છે તેવા અધિકારી આઈપીએસ હસમુખ પટેલનું જ ફેસબુક આઈડી કોઈએ ફેક બનાવ્યું છે. ફેક એકાઉન્ટ બનાવીને જો આવા શખ્સ દ્વારા કોઈ માગણી કે જાહેરાત કરવામાં આવે તો તેને માનીને કોઈ વ્યક્તિ કોઈ પ્રકારની મુશ્કેલીમાં પડે નહીં તે માટે તેમણે પોતે આ અંગે પોસ્ટ કરીને જાણકારી આપી છે.
હસમુખ પટેલે કહ્યું કે, મારું બનાવટી ફેસબુક એકાઉન્ટ શરૂ કરનારા સામે ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મારા નામે બનાવટી એકાઉન્ટ શરૂ કરી કોઈ પ્રવૃત્તિ કરવાનું ધ્યાન પર આવે તો તરત જ મને જાણ કરવા વિનંતી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT