આજથી IPLનો પ્રારંભ, અમદાવાદના આ રસ્તાઓ બપોરથી બંધ રહેશે, મેટ્રો રાત્રે 2.30 વાગ્યા સુધી મળશે
અમદાવાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 આજથી (31 માર્ચ) શરૂ થઈ રહી છે. આ સિઝનની પ્રારંભિક મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) ચેન્નાઈ સુપર કિંગ્સ…
ADVERTISEMENT
અમદાવાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 આજથી (31 માર્ચ) શરૂ થઈ રહી છે. આ સિઝનની પ્રારંભિક મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ બ્લોકબસ્ટર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. ધોનીની ઈજાને કારણે CSKનું ટેન્શન વધી ગયું છે. મેચ પહેલા CSK માટે કેટલાક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમના કેપ્ટન એમ.એસ ધોનીને થોડા દિવસો પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ કારણે એમએસ ધોની ગુરુવારે (30 માર્ચ) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ માટે આવ્યો હતો, પરંતુ તેણે બેટિંગ કરી નહોતી. આવી સ્થિતિમાં ધોનીની રમવા પર સસ્પેન્સ છે.
શહેરના આ રસ્તાઓ બપોરથી બંધ રહેશે
અમદાવાદમાં મેચને લઈને શહેરના કેટલાક રસ્તાઓ આજે બપોરથી બંધ કરવામાં આવશે. આજે બપોરે 2 વાગ્યે જનપથથી વિસત અને ત્યાંથી તપોવન સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે. જનપથથી મોટેરા સુધીનો રસ્તો પણ બંધ રહેશે. વૈકલ્પિક રૂટ તરીકે વિસત ONGCથી તપોવન સર્કલ સુધી વાહનચાલકો માટે ખુલ્લો રહેશે. આ રસ્તાઓ બપોરે 2 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી બંધ રહેશે.
મેચ જોવા આવનારા લોકો ક્યાં પાર્કિંગ કરશે?
ગુજરાત અને ચેન્નઈ વચ્ચેની મેચમાં લોકોનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેના પરિણામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે અને હાઉસફુલના પાટીયા લાગી ગયા છે. ત્યારે મેચ જોવા આવનારા લોકો માટે હાલમાં 20 પાર્કિંગ પ્લોટ પ્રાઈવેટ સિક્યોરિટી તૈનાત કરીને રાખવામાં આવ્યા છે. આટલું જ નહીં પાર્કિંગ પ્લોટમાં વાહન મૂક્યા બાદ સ્ટેડિયમ સુધી જવા માટે ફ્રી શટલ સર્વિસની પણ સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવશે. જોકે તેમણે પાર્કિંગનો ચાર્જ ચૂકવવો પડશે. પાર્કિંગ માટે શો માય પાર્કિંગ (Show My Parking) નામની એપ્લિકેશન પરથી ફરજિયાત એડવાન્સ બુકિંગ કરવાનું રહેશે.
ADVERTISEMENT
મેટ્રો હવે રાતના 2.30 વાગ્યા સુધી મળશે
પ્રેક્ષકોને સ્ટેડિયમ સુધી અને ઘર સુધી પહોંચવા માટે AMTS અને BRTS દ્વારા વધારાની બસો ફાળવવામાં આવી છે. જે રાત્રે 1.30 વાગ્યા સુધી દોડશે. આવી જ રીતે દર 12 મિનિટે મેટ્રો મળી રહે તે પ્રકારનું આયોજન કરવામા આવ્યું છે અને મેટ્રો ટ્રેનનો સમય પણ વધારીને હવે રાતના 2.30 વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે.
પોલીસનો કાફલો રહેશે ખડેપગ
મોદી સ્ટેડિયમમાં મેચને પગલે ટ્રાફિકની વ્યવસ્થા ખોરવાઈ ન જાય એ માટે 3 હજાર જેટલા પોલીસકર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. જ્યારે બીજી બાજુ મેચાના દિવસે 17 એસીપી, 9 ડીસીપી, 36 PI ફરજ બજાવતા જોવા મળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT