ચારણ સમાજમાં ફાટા, રામ ગઢવી નામના શખ્સે ચારણો,આહીરો અને રબારીઓને બેફામ ગાળો ભાંડી

ADVERTISEMENT

Rabari, Ahir and charan Community
રામ ગઢવી નામના શખ્સે રાજભાને આપી ધમકી
social share
google news

અમદાવાદ : ગીગા ભમ્મર વિવાદનો અંત આવ્યો નહોતો. સમગ્ર મામલે ગીગા ભમ્મરે એક યા બીજા બહાના હેઠલ માફી માંગી નથી. બીજી તરફ ચારણ સમાજમાં પણ થોડા સમય માટે ઉગ્ર વિવાદ થયા બાદ હવે સમગ્ર મામલો શાંત થઇ ગયો છે. ત્યારે ચારણ સમાજના રાજભા ગઢવી દ્વારા કોઇ આહીરના વખાણ કરવામાં આવ્યા હતા. જેનાથી ઉશ્કેરાઇ જઇને પ્રવિણદાન નામના કોઇ શખ્સ દ્વારા રાજભા ગઢવીને ફોન કરીને અભદ્ર શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. રાજભા ગઢવીને ધમકી પણ આપવામાં આવી હતી. 

પ્રવિણદાન ગઢવી-રામ ગઢવી નામના શખ્સે ધમકી આપી

જેના કારણે રાજભા ગઢવી તથા તેમના કેટલાક મિત્રો દ્વારા પ્રવિણદાનને ફોન કરીને પ્રવિણદાન ગઢવીને સામી ધમકી આપવામાં આવી હતી. સમગ્ર મામલે પ્રવિણદાન ગઢવીના જ બનેવી રામભાઇ ગઢવી દ્વારા રાજભાને ધમકી આપવામાં આવી હતી. પોતાના બનેવીના બચાવમાં માટે રામભા ગઢવી નામના વ્યક્તિએ રાજભા સાથે અભદ્ર વર્તન કરવાની સાથે તેને ધમકી પણ આપી હતી. 

રબારી સમાજ અને આહીર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી

જો કે રાજભા ગઢવીના બચાવમાં કેટલાક રબારી સમાજના લોકોએ ફોનમાં વાત કરતા રબારી સમાજ વિશે પણ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. જેના પગલે હાલ સમગ્ર મામલો વિવાદિત બન્યો છે. આ ઓડિયો ક્લિય વાયરલ થવાના કારણે રબારી સમાજમાં પણ ભારે અસંતોષની લાગણી પ્રવર્તી છે. આ ઉપરાંત રામભા ગઢવી નામના શખ્સે ગીગા ભમ્મર અને આહિર સમાજ વિરુદ્ધ પણ એકવાર ઝેર ઓક્યું હતું. આ ઓડિયો ક્લિપ વાયરલ થવાને કારણે હાલ તો રામભા ગઢવી નામના શખ્સ સામે ગઢવી સમાજ, રબારી સમાજ અને આહીર સમાજમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. 

ADVERTISEMENT

પોતાના બનેવીને બચાવવા રામભા ગઢવી લાજવાને બદલે ગાઝ્યો

રામભા ગઢવી નામનો આ શખ્સ ફોનમાં લાજવાને બદલે ગાઝી રહ્યો હોવાનું સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. સમગ્ર મામલે પોતાના જ બનેવીના બચાવમાં પોતાના બનેવીની ભુલ પણ નથી સ્વિકારી રહ્યો અને રાજભા ગઢવી સાથે ન માત્ર અભદ્ર વર્તન કરી રહ્યો છે. તેમને ધમકી આપી રહ્યો છે. રાજભા ગઢવીને બચીને રહેવા જણાવે છે નહી તો અપહરણ કરવાની તથા મારવાની ધમકી આપતો પણ સાંભળી શકાય છે. 

ત્રણ સમાજને મનફાવે તેવી રીતે ગાળો ભાંડી

હાલ તો આ ક્લિપ વાયરલ થતા ચારણ, રબારી અને આહીર સમાજમાં ભારે રોષની લાગણી પ્રસરી છે. રામ ગઢવી નામનો શખ્સ રાજભાને મનફાવે તેવ બોલતા ચારણ સમાજમાં, બચાવમાં પડેલા રબારી શખ્સો વિરુદ્ધ પણ જેમતેમ બોલતા રબારી સમાજ અને ગીગા ભમ્મરના બહાને આહીરોને પણ મનફાવે તેમ બોલતા આહીર સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

(વાયરલ ઓડિયો ક્લિપ ખુબ જ ગાળાગાળી વાળી હોવાથી સભ્યસમાજની મર્યાદાને ધ્યાનમાં રાખી ઓડિયો ક્લિપ અહીં અપલોડ કરવામાં નથી આવી, આ ઓડિયો ક્લિપના આધારે લખાયેલી સ્ટોરી છે ગુજરાત તક તેની પૃષ્ટિ કરતું નથી)

    follow whatsapp

    ADVERTISEMENT