કોંગ્રેસ કાર્યાલય પર જ દિગ્ગજ નેતા પર શ્યાહી ફેંકાઇ, કોંગ્રેસમાં આતરિક વિખવાદ સપાટી પર આવ્યો
અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઇ ચુક્યું છે ત્યારે એક પછી એક ચોંકાવનારા ઘટનાક્રમો બનતા રહે છે. ગુજરાતમાં લગભગ દરેક પક્ષમાં સંતોષ અસંતોષ જોવા…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઇ ચુક્યું છે ત્યારે એક પછી એક ચોંકાવનારા ઘટનાક્રમો બનતા રહે છે. ગુજરાતમાં લગભગ દરેક પક્ષમાં સંતોષ અસંતોષ જોવા મળી રહ્યો છે. જો કે સૌથી વધારે અસંતોષનો સામનો કરી રહ્યું હોય તો તે કોંગ્રેસ છે. કોંગ્રેસમાં અસંતોષ ચરમસીમા પર છે. અનેક જુથો પોતપોતાની રીતે શક્તિપ્રદર્શન કરતા જ રહે છે.
કોંગ્રેસના અમદાવાદ કાર્યાલય પર ચોંકાવનારો ઘટનાક્રમ
જો કે ગુજરાત કોંગ્રેસની મુખ્ય ઓફીસ અમદાવાદ ખાતે જ ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યાલય પર જ ભરતસિંહ સોલંકીએ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતની એલીસબ્રીજ વિધાનસભા બેઠકના દાવેદાર રશ્મિકાંત સુથારના પુત્ર દ્વારા ભરતસિંહ પર શાહી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
એલીસબ્રીજ પર ઉમેદવારીનો દાવો ઠોકે છે રશ્મિકાંત સુથાર
એલીસબ્રીજ ઉમેદવાર ગણાતા રશ્મિકાંત સુથારના પુત્ર રોમીન સુથાર દ્વારા ભરતસિંહ પર શાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સદભાગ્યે તેમના પર શાહી ગઇ નહોતી અને તેમના કુરતા પર જ શાહી પડી હતી. ત્યાર બાદ હાજર કાર્યકર્તાઓએ તેને અટકાવ્યો હતો. હાલ તો એલિસબ્રિજ પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT