અરવલ્લીમાં રોડ પર મૃત હાલતમાં ત્યજી દીધેલું નવજાત બાળક મળી આવતા ચકચાર
હિતેશ સુતરીયા/અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મેઘરજમાં જાહેર રસ્તા પરથી ત્યજી દીધેલું નવજાત બાળક ગર્ભનાળ સાથે મળી આવતા ચકચાર મચી ગઈ હતી. રોડ પર આ રીતે નવજાત…
ADVERTISEMENT
હિતેશ સુતરીયા/અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મેઘરજમાં જાહેર રસ્તા પરથી ત્યજી દીધેલું નવજાત બાળક ગર્ભનાળ સાથે મળી આવતા ચકચાર મચી ગઈ હતી. રોડ પર આ રીતે નવજાત મળી આવતા લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જાણકારી મળતા જ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
રસ્તા પર નવજાત બાળક મૃત હાલતમાં મળ્યું
વિગતો મુજબ, મેઘરજના ગ્રીન પાર્ક પાસેથી મૃત હાલતમાં ત્યજી દેવાયલું નવજાત બાળક મળી આવ્યું હતું. રસ્તા પરથી ત્યજી દીધેલા ગર્ભ સાથે નવજાત મળતા અનેક તર્કવિતર્કો સર્જાયા હતા. જેને પગલે રોડ પર લોકો એકઠા થઈ ગયા ગતા. હાલમાં મેઘરજ પોલીસ દ્વારા મૃત બાળકને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે, તો મેઘરજ પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને બાળકની માતા અંગે વધુ તપાસ હાથ ધરી છે.
બે દિવસ પહેલા નડિયાદમાંથી નવજાત મળ્યું
નોંધનીય છે કે, આ પહેલા સ્વતંત્રતા દિવસે જ નડિયાદના કણજરી નગરપાલિકામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કામદારોના ધ્યાને નવજાત બાળકના મૃત અંગો પડતા તેઓ ચોંકી ગયા હતા. તુરંત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સુપરવાઈઝરને જાણ કરી હતી. સુપરવાઈઝર ધ્વારા ચકલાસી પોલીસને જાણ કરાતા ચકલાસી પોલીસ તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સુપરવાઈઝર ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને તપાસ કરી તો એક નવજાત મૃત બાળક અને ક્ષત વિક્ષત હાલતમાં તેના અંગો મળી આવ્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT