ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જાહેર મંચ પર માંગી રાહુલ ગાંધીની માફી, હું ભટકી ગયો હતો
રાજકોટ : શહેરમાં આજે કોંગ્રેસના પૂર્વપ્રમુખ રાહુલ ગાંધીએ શાસ્ત્રીમેદાન ખાતે વિશાળ જનસભા સંબોધિત કરી હતી. આ દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ રાહુલ ગાંધીની સ્ટેજ પર માફી માંગી…
ADVERTISEMENT
રાજકોટ : શહેરમાં આજે કોંગ્રેસના પૂર્વપ્રમુખ રાહુલ ગાંધીએ શાસ્ત્રીમેદાન ખાતે વિશાળ જનસભા સંબોધિત કરી હતી. આ દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ રાહુલ ગાંધીની સ્ટેજ પર માફી માંગી હતી. સ્ટેજ પર માફી માંગતા તેમણે કહ્યું કે, મે ભટક ગયા થા, ઇસલિયે આપ મે જુડ ગયા. પર અબ વાપસ આ ગયા હું ઓર જીત કે આપકો દીખાઉગા.
આપમાં 200 દિવસના પ્રવાસ બાદ રાજ્યગુરૂની ઘરવાપસી
AAP માં 200 દિવસ જેટલો સમય પસાર કર્યા બાદ અચાનક ઇન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસમાં પરત ફર્યા હતા. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ માફી માંગ હતી. હું લોકોની વચ્ચે તમારી માફી માંગુ છું. વર્ષોથી મારી પેઢીઓ કોંગ્રેસની સાથે છે. હું ભટકી ગયો અને આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયો હતો. જો કે ત્યાં જઇને ખબર પડી કે આ તો ખોટા લોકો છે. ઇમાનદાર નહી પરંતુ ભ્રષ્ટાચારીઓ છે. દેશભક્ત નહી પરંતુ દેશ વિરોધી છે. ઉલ્લેખનીય છે કે, પક્ષપલટા બાદ કોંગ્રેસ દ્વારા ઇન્દ્રનીલ રાજ્યગુરૂને વિધાનસભા 68 બેઠકો માટે ટિકિટ આપી હતી.
ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
ચૂંટણી પ્રચાર દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, આ જ વિસ્તારમાં 5 ર્ષ માટે ધારાસભ્ય પણ રહી ચુક્યો છું. વર્ષ 2017 ની ચૂંટણીમાં આ બેઠક પર ભાજપે જીત મેળવી પરંતુ 5 વર્ષમાં ભાજપના અને તેના નેતાઓએ કોઇ જ કામ કર્યું નથી. 2022 ની ચૂંટણીમાં હું ફરી આ બેઠક પર આવ્યો છું અને જીતી બતાવીશ. પાંચ વર્ષમાં કોઇ કામ થયું નથી લોકોની વ્યથાને હું વિધાનસભામાં ઉઠાવીશ. મોંઘવારી, બેરોજગારી, રોડ, રસ્તા અને પાણીના પ્રશ્નો આજે પણ લોકો માટે મુખ્ય પ્રશ્નો છે. 27 વર્ષમાં એક પણ નવો ડેમ સરકાર બનાવી શકી નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT