लाइव

IPL Auction 2024 Live Updates: સમીર રિઝવી પર CSKનો મોટો દાવ, 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 06:47 PM • 19 Dec 2023
    સમીર રિઝવીને ચેન્નાઈ સુપર કિંગ્સે 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો
    IPL 2024ની હરાજીમાં 20 વર્ષનો બેટર સમીર રિઝવી પર આ વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સે પર પૈસાનો વરસાદ કર્યો છે. CSKએ સમીરને 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
  • 03:54 PM • 19 Dec 2023
    IPL Auction 2024 Live Updates: જયદેવ ઉનડકડને હૈદરાબાદ ખરીદ્યો
    ભારતીય ઝડપી બોલર જયદેવ ઉનડકટને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 1.60 કરોડમાં ખરીદ્યો હતો. જોશ હેઝલવુડ વેચાયા વગરના રહ્યા.
  • 03:48 PM • 19 Dec 2023
    IPL Auction 2024 Live Updates: મિચેલ સ્ટાર્ક માટે GT-KKR માટે રસાકસીની જંગ જામી
    ઓસ્ટ્રેલિયન બોલર મિચેલ સ્ટાર્સ વચ્ચે ગુજરાત અને કોલકાતા વચ્ચે ભારે રસાકસીની જંગ જામી હતી. આખરે કોલકાતાએ 24.75 કરોડ રૂપિયા ખર્ચીને તેને પોતાની ટીમમાં ખરીદ્યો હતો.
  • 03:33 PM • 19 Dec 2023
    IPL Auction 2024 Live Updates: માવીને લખનૌની ટીમે ખરીદ્યો
    શિવમ માવીને લખનૌ સુપર જાયન્ટ્સે 6.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. માવીની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી.
  • ADVERTISEMENT

  • 03:28 PM • 19 Dec 2023
    IPL Auction 2024 Live Updates: GTએ ઉમેશ યાદવને ખરીદ્યો
    ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર ઉમેશ યાદવને ગુજરાત ટાઈટન્સે 5.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
  • 03:24 PM • 19 Dec 2023
    IPL Auction 2024 Live Updates: અલઝારી જોસેફ 11.50 કરોડમાં વેચાયો
    RCBની ટીમ અલઝારી જોસેફને 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પહેલા જોસેફ અલઝારી ગુજરાત ટાઈટન્સની ટીમમાં હતો. તેની બેસ પ્રાઈઝ 1.50 કરોડ રૂપિયા હતી.
  • ADVERTISEMENT

  • 03:19 PM • 19 Dec 2023
    IPL Auction 2024 Live Updates: ચેતન સાકરીયા કોલકાતાથી રમશે
    ચેતન સાકરિયાને કોલકાતા નાઈટ રાઈડર્સે 50 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો છે.
  • 03:16 PM • 19 Dec 2023
    IPL Auction 2024 Live Updates: કુશલ મેન્ડિસ, લોકી ફર્ગ્યુસન અનસોલ્ડ રહ્યા
    IPLની હરાજીમાં શ્રીલંકાના વિકેટ કીપર બેટર કુશલ મેન્ડિસ તથા ન્યૂઝીલેન્ડના બોલર લોકી ફર્ગ્યુસન અનસોલ્ડ રહ્યા હતા.
  • 03:14 PM • 19 Dec 2023
    IPL Auction 2024 Live Updates: ભરત કોલકાતા તરફથી, સ્ટબ્સ દિલ્હી તરફથી રમશે
    KS ભરતને કોલકાતા નાઈટ રાઈડર્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. ટ્રિસ્ટન સ્ટબ્સને દિલ્હી કેપિટલ્સ દ્વારા તેમની ટીમમાં રૂ. 50 લાખની મૂળ કિંમતે સામેલ કરવામાં આવ્યો હતો.
  • 03:12 PM • 19 Dec 2023
    IPL Auction 2024 Live Updates: ફિલ સોલ્ટ અનસોલ્ડ રહ્યો
    ઈંગ્લિશ વિકેટ કીપર ફિલ સોલ્ટ માટે ત્રીજા સેટમાં પહેલી બોલી લાગી હતી. સોલ્ટ ખરીદવા કોઈ ટીમ રસ દાખવ્યો નહોતો. સોલ્ટની બેસ કિંમત 1.5 કરોડ રૂપિયા હતી.
  • 03:11 PM • 19 Dec 2023
    IPL Auction 2024 Live Updates: અત્યાર સુધીમાં 12 ખેલાડીઓ વેચાયા
    1. રોવમેન પોવેલ (વેસ્ટ ઈન્ડિઝ) – 7.40 કરોડ, રાજસ્થાન રોયલ્સ (મૂળ કિંમત – 1 કરોડ) 2. હેરી બ્રુક (ઇંગ્લેન્ડ) – રૂ. 4 કરોડ, દિલ્હી કેપિટલ્સ (મૂળ કિંમત – રૂ. 2 કરોડ) 3. ટ્રેવિસ હેડ (ઓસ્ટ્રેલિયા) – 6.80 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ (મૂળ કિંમત – 2 કરોડ) 4. વાનિન્દુ હસરંગા (શ્રીલંકા) – 1.50 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ (મૂળ કિંમત – 1.5 કરોડ) 5. રચિન રવિન્દ્ર (ન્યુઝીલેન્ડ) – 1.80 કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સ (મૂળ કિંમત – 50 લાખ) 6. શાર્દુલ ઠાકુર (ભારત) – 4 કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સ (મૂળ કિંમત – 2 કરોડ) 7. અઝમતુલ્લા ઓમરઝાઈ (અફઘાનિસ્તાન) – 50 લાખ, ગુજરાત ટાઇટન્સ (મૂળ કિંમત – 50 લાખ) 8. પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા) – 20.50 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ (મૂળ કિંમત – 2 કરોડ) 9. ગેરાલ્ડ કોએત્ઝી (દક્ષિણ આફ્રિકા) – રૂ. 5 કરોડ, મુંબઈ ઇન્ડિયન્સ (મૂળ કિંમત – રૂ. 2 કરોડ) 10. હર્ષલ પેટલ (ભારત) - 11.75 કરોડ, પંજાબ કિંગ્સ (મૂળ કિંમત - 2 કરોડ) 11. ડેરીલ મિશેલ (ન્યુઝીલેન્ડ) – રૂ. 14 કરોડ, ચેન્નાઇ સુપર કિંગ્સ (મૂળ કિંમત – રૂ. 1 કરોડ) 12. ક્રિસ વોક્સ (ઇંગ્લેન્ડ) – 4.20 કરોડ, પંજાબ કિંગ્સ (મૂળ કિંમત – 2 કરોડ)
  • 02:45 PM • 19 Dec 2023
    IPL Auction 2024 Live Updates: ક્રિસ વોક્સને પંજાબે ખરીદ્યો
    ઈંગ્લિશ ફાસ્ટ બોલર ક્રિસ વોક્સને પંજાબ કિંગ્સે 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. વોક્સની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.
  • 02:41 PM • 19 Dec 2023
    IPL Auction 2024 Live Updates: ડેરેલ મિચેલ 14 કરોડમાં વેચાયો
    ન્યૂઝીલેન્ડના ડેરેલ મિચેલને ચેન્નઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
  • 02:27 PM • 19 Dec 2023
    IPL Auction 2024 Live Updates: હર્ષલ પટેલ પર થયો પૈસાનો વરસાદ
    પંજાબ કિંગ્સે હર્ષલ પટેલને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. હર્ષલની બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી.
  • 02:20 PM • 19 Dec 2023
    IPL Auction 2024 Live Updates: કોએત્ઝી મુંબઈ તરફથી રમશે
    સાઉથ આફ્રિકન બોલર ગેરાલ્ડ કોએત્ઝીને મુંબઈ ઈન્ડિયન્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કોએત્ઝીની બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી.
  • 02:16 PM • 19 Dec 2023
    IPL Auction 2024 Live Updates: પેટ કમિન્સ અધધધ 20.50 કરોડમાં ખરીદ્યો
    ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર પેટ કમિન્સ પર IPLની હરાજીમાં રૂપિયાનો વરસાદ થયો છે. વર્લ્ડકપ વિજેતા ટીમના કેપ્ટનને હૈદરાબાદની ટીમે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પેટ કમિન્સ IPLના ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.
  • 02:06 PM • 19 Dec 2023
    IPL Auction 2024 Live Updates: GTએ અફઘાની ક્રિકેટરને ખરીદ્યો
    ગુજરાત ટાઈટન્સે 50 લાખ રૂપિયામાં અફઘાનિસ્તાની ક્રિકેટર અઝમતુલ્લા ઓમરઝાઈને ખરીદ્યો હતો.
  • 02:03 PM • 19 Dec 2023
    IPL Auction 2024 Live Updates: શાર્દુલ ઠાકુરને CSKએ 4 કરોડમાં ખરીદ્યો
    ભારતીય ટીમના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ચૈન્નઈ સુપર કિંગ્સે 4 કરોડમાં ખરીદ્યો હતો. શાર્દુલની બેસ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી.
  • 02:00 PM • 19 Dec 2023
    IPL Auction 2024 Live Updates: રચિન રવિન્દ્રને CSKએ ખરીદ્યો
    ન્યૂઝીલેન્ડના યુવા ખેલાડી રચિન રવિન્દ્રને ચૈન્નઈ સુપર કિંગ્સે 1.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રચિનની બેસ પ્રાઈસ 50 લાખ રૂપિયા હતી.
  • 10:31 AM • 19 Dec 2023
    IPL Auction 2024 Live Updates: હસરંગાને હૈદરાબાદે ખરીદ્યો
    વાનિંદુ હસરંગાને સનરાઇઝર્સ હૈદરાબાદે 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. હસરંગાની મૂળ કિંમત માત્ર 1.5 કરોડ રૂપિયા હતી.
follow whatsapp

ADVERTISEMENT