હજારો કરોડના ડ્રગ્સ ભરેલા હોડકાને કોચ્ચી લઇ આવી ભારતીય નૌસેના
કોચ્ચી: ભારતીય નૌસેના અને NCB દ્વારા એક સંયુક્ત ઓપરેશન કરીને આંતરરાષ્ટ્રીય સીમામાં ઇરાની હોડીમાં રહેલા 200 KG ડ્રગ્સ સાથે 4 ઇરાની અને 2 પાકિસ્તાની નાગરિકોની…
ADVERTISEMENT
કોચ્ચી: ભારતીય નૌસેના અને NCB દ્વારા એક સંયુક્ત ઓપરેશન કરીને આંતરરાષ્ટ્રીય સીમામાં ઇરાની હોડીમાં રહેલા 200 KG ડ્રગ્સ સાથે 4 ઇરાની અને 2 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. ભારતીય નૌસેના અને NCB દ્વારા EQUATOR LINE નજીકના સમુદ્રમાં એક મેગા ઓપરેશન લોન્ચ કર્યું હતું. નૌસેનાએ ઇરાનમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ લઇ જઇ રહેલી એક હોડીને અટકાવી અને સર્ચ ઓપરેશન કરતા તેમાંથી 1000 કરોડ રૂપિયાની કિંમતનું 200 કિલો માદક પદાર્થ જપ્ત કર્યો હતો.
ડ્રગ્સથી ભરેલી હોડી ઇરાનથી રવાના થઇ હતી અને તે સમયે તેમાં 4 લોકો બેઠેલા હતા. ત્યાર બાદ પાકિસ્તાનથી 2 અન્ય લોકો તેમાં બેઠાલા હતા. નૌસેના અને NCB એ આટલા મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો નશીલા પદાર્થો સાથે 6 લોકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પકડાયેલા ડ્રગ્સ અને ઇરાની નાવમાં બેઠેલા તમામ ગુનેગારોને કોચીની નજીકના સમુદ્ર કિનારા પર લાવવામાં આવી રહ્યા છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ડ્રગ્સનો જથ્થો લઇને ઇરાની નાવ એક મહિના પહેલા પાકિસ્તાનની સમુદ્રી સીમા પરથી થઇને સમુદ્રની ઇક્વેટર લાઇન તરફ નિકળી હતી. ઇક્વેટર લાઇનની નજીક આ ડ્રગ્સ તેના રિસીવરને આપવામાં આવવાનું હતું. જો કે ભારતીય નૌસેના અને એનસીબીની સતર્કતાને કારણે આ ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પકડાઇ ગયું હતું.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, કાલે પણ ગુજરાતના જામનગરમાં એક અન્ય ઓપરેશનમાં ભારતીય નૌસેના ઇન્ટેલિજન્સ યુનિટ અને એનસીબીની સાથે જામનગરથી લગભગ 6 કરોડ રૂપિયાનાં માદક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. આ મુદ્દે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મુંબઇથી ત્રણ વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
(વિથ ઇનપુટ કૌશિક કાંટેચા)
ADVERTISEMENT
ADVERTISEMENT