600 ફૂટ ઉંડા બોરવેલમાં ફસાયેલી બાળકીને આર્મીએ હેમખેમ બચાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના ગાજણવાવમાં 600 ફૂટ ઉંડા બોરમાં એક બાળકી પડી ગઇ હતી. જો કે આ બાળકી 60 ફુટે ફસાઇ ગઇ હતી. જેના પગલે નાનકડા ગામમાં ચકચાર મચી ગઇ હતી. તાબડતોબ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ઉપરાંત સ્થાનિક તંત્ર અને અનેક અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર વિભાગે આર્મી જવાનોની આ અંગે સ્પેશિયાલિટી હોવાનું કહેતા આર્મીને બોલાવવામાં આવી હતી. કિશોરીને બચાવવા માટે આર્મી જવાનો પહોંચીને રેસક્યું ઓપરેશન શરૂ કર્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવમાં એક આદિવાસી ખેતમજૂરની 12 વર્ષની કિશોરી ખેતરમાં રમી રહી હતી ત્યારે અચાનક જ તે ખાડામાં પડી હતી. આ ઘટનાની જાણ થોડા સમયમાં જ પરિવારના લોકો અને ગ્રામજનો પણ પહોંચી ગયા હતા. બાળકીને બચાવવા માટે કાવયત હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક તંત્રએ પ્રાથમિક રીતે 60 થી 70 ફુટ પર બાળકી ફસાઇ હોય તેવું અનુમાન લગાવ્યું હતું. સ્થાનિક તંત્રએ પ્રયાસ કર્યો પરંતુ આખરે આર્મીને બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

જો કે 07.30 વાગ્યે 600 ફૂટ ઉંડા બોરમાં આદિવાસી પરિવારની કિશોરી પડી હતી. 60 ફૂટે ફસાઇ હતી. આખરે આર્મી દ્વારા બાળકીને 11.30 વાગ્યે બોરમાંથી બચાવી લેવાઇ હતી. તેના બચાવમાં 4 કલાક સુધી રેસક્યું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. કિશોરીને સફળતા પુર્વ બહાર કાઢી લેવાઇ છે. હાલ તો તેને સારવાર માટે ધ્રાંગધ્રા ખાતે ખસેડવામાં આવી છે. જો કે આર્મી જવાનોની કામગીરીથી સ્થાનિક લોકોએ તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધી હતી. કિશોરીના માતા પિતા તો આર્મી જવાનોને પગે લાગીને ગદગદીત થઇ ગયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT