ઇન્ડિયામાંથી ગુલામીની ગંધ આવે છે, નામ બદલીને ભારતવર્ષ કરો: ભાજપ સાંસદ
આણંદ : શહેરના સાંસદ મિતેશ પટેલે દેશના નામના મુદ્દે વિવાદનો એક વધારે મધપુડો છંછેડ્યો છે. આ મુદ્દાને સંસદમાં ઉઠાવ્યો છે. સાંસદ મિતેશ પટેલે જણાવ્યું કે,…
ADVERTISEMENT
આણંદ : શહેરના સાંસદ મિતેશ પટેલે દેશના નામના મુદ્દે વિવાદનો એક વધારે મધપુડો છંછેડ્યો છે. આ મુદ્દાને સંસદમાં ઉઠાવ્યો છે. સાંસદ મિતેશ પટેલે જણાવ્યું કે, ભારતનું નામ ઇન્ડિયામાંથી ભારતવર્ષ કરવામાં આવે તે જરૂરી છે. ઇન્ડિયા નામમાં આજે પણ ગુલામીની ગંધ આવે છે. ઇન્ડિયા નામ અંગ્રેજોની ગુલામીનું પ્રતિક છે. આથી ભારતનો વારસો અને વૈભવને ધ્યાનમાં રાખી નામ બદવામાં આવે તે ખુબ જ જરૂરી છે.
શિયાળુ સત્રમાં ફરી એકવાર દેશના નામનો મુદ્દો ઉઠ્યો
સંસદમાં દેશના નામનો મુદ્દો ઉઠાવીને મિતેશ પટેલે જણાવ્યું કે, હાલ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે આ દરમિયાન ઇન્ડિયા નામ બદલવું જોઇએ. તેઓએ કહ્યું કે અંગ્રેજોના સમયમાં ભારતને ઇન્ડિયા નામથી સંબોધન કરવામાં આવતું હતું. ત્યારે ગુલામીના ચિન્હોને દૂર કરવા સંસદમાં રજુઆત કરવામાં આવી છે. ભારત વર્ષનું નામ આવે તેવી રજુઆત કરવામાં આવી છે.
શું છે ભારતનો ઇતિહાસ?
ભારતનું નામ સમયાંતરે બદલાતું રહ્યું છે. ભારતને પ્રાચીન સમયમાં જમ્બુદ્વીપ તરીકે ઓળખવામાં આવતો હતો. ત્યાર બાદ ભરત રાજાના નામ પરથી ભરતખંડ, હિમવર્ષ, અજનાભવર્ષ, ભારતવર્ષ પણ ભારતનું નામ રહ્યું છે. જ્યારે આધુનિક યુગમાં આર્યવર્ત, હિન્દુસ્તાન, ઈન્ડિયા પણ ભારતના નામ રહ્યા છે. અંગ્રેજો સિંધુ નદીને ઈન્ડસ કહેતા અને ઈન્ડસ ઉપરથી ઈન્ડિયા શબ્દ આવ્યો હતો. વધુમાં સિંધ શબ્દ વ્યાપક અર્થમાં નદી અને સાગર એમ બંને રીતે થાય છે. સિંધ શબ્દ પરથી હિંદ અને હિંદ પરથી હિંદુસ્તાન શબ્દ આવ્યો હોવાનું મનાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT