નિજ્જર વિવાદ વચ્ચે ટ્રૂડોને મોટો ઝટકો, ભારતના સપોર્ટમાં ઉતર્યા કેનેડાના નેતા, કહ્યું- હું PM બન્યો તો…

ADVERTISEMENT

gujarattak
social share
google news

India-Canada Relation: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપોને લઈને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ છે. આવી સ્થિતિમાં કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના વડા અને વિપક્ષી નેતા પિયરે પોઈલીવ્રે કહ્યું છે કે આઠ વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી પણ પીએમ જસ્ટિન ટ્રુડો ભારત સાથેના સંબંધોની કિંમતને સમજી શક્યા નથી.

તેમણે કહ્યું કે, જો તેઓ કેનેડાના વડાપ્રધાન બનશે તો બંને દેશો વચ્ચેના સંબંધો પુનઃસ્થાપિત કરશે. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, અમારે ભારત સરકાર સાથે વ્યાવસાયિક સંબંધો બનાવવાની જરૂર છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. બે દેશો વચ્ચે મતભેદ હોય એ ઠીક છે પણ બંને વચ્ચેના સંબંધો વ્યાવસાયિક હોવા જોઈએ. જો હું કેનેડાનો વડાપ્રધાન બનીશ તો ભારત સાથેના સંબંધો પુનઃસ્થાપિત કરીશ.

જસ્ટીન ટ્રુડો પર કેનેડાના જ નેતાનો આરોપ

જ્યારે તેમને ભારતમાંથી 41 કેનેડિયન રાજદ્વારીઓને પાછા બોલાવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ટ્રુડો પર અસમર્થ અને બિનવ્યાવસાયિક હોવાનો આરોપ લગાવ્યો. આજે, ભારત સહિત વિશ્વના ઘણા મોટા દેશો સાથે કેનેડાના મતભેદો છે.

ADVERTISEMENT

કેનેડામાં હિંદુ મંદિરોની તોડફોડના સમાચાર પર તેમણે કહ્યું કે, મને લાગે છે કે હિંદુ મંદિરો પર હુમલો કરનારા અને સંપત્તિમાં તોડફોડ કરનારાઓ વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવા જોઈએ.

તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે ભારતે કેનેડાને 41 રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ભારત અને કેનેડા બંનેના રાજદ્વારીઓની સંખ્યા સમાન હોવી જોઈએ.

ADVERTISEMENT

બાગચીએ કહ્યું હતું કે, અમે અગાઉ કહ્યું છે તેમ ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા ઘણી વધારે છે અને તેઓ અમારા ઘરેલું મામલામાં હસ્તક્ષેપ કરે છે. આને ધ્યાનમાં રાખીને, અમે અપેક્ષા રાખીએ છીએ કે કેનેડિયન રાજદ્વારીઓ ભારતમાં તેમની સંખ્યા ઘટાડશે અને પાછા જશે.

ADVERTISEMENT

નિજ્જરની કેનેડામાં હત્યા કરવામાં આવી હતી

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. કેનેડાના સરેમાં ગુરુદ્વારા બહાર બે અજાણ્યા હુમલાખોરોએ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી હતી. કેનેડાએ એક ભારતીય અધિકારીને હાંકી કાઢ્યા હતા, જેના પછી ભારતે બદલો લેતા કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી અને કાર્યવાહીમાં કેનેડિયન રાજદ્વારીને પણ હાંકી કાઢ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT