iPhone 13 પાણીના ભાવે મળી રહ્યો છે, આજે જ ખરીદી લેજો નહી મળે ફરી આવી તક

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ભારતની તમામ ઇકોમર્સ વેબસાઇટ્સ Amazon, Flipcart સહિત અનેક વેબસાઇટ્સ પર Independence Day સેલ ચાલી રહ્યો છે. જેમાં તમે અનેક પ્રોડક્ટ્સ ખુબ જ સસ્તામાં ખરીદી શકો છે. તેમાં પણ ખાસ કરીને ભારતીયોને જેની ઘેલછા રહે છે તે I Phone પર હાલ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Iphone 13 ને ખુબ જ સસ્તામાં ખરીદી શકો છો. આ ઉપરાંત તમારો જુનો એન્ડ્રોઇડ ફોન એક્સચેન્જ કરાવીને ડિસ્કાઉન્ટમાં વધારો કરી શકો છો.

સૌથી આધુનિક ફોન ખુબ જ સસ્તામાં મળી રહ્યો છે
Apple iPhone 13 ગત્ત વર્ષે લોન્ચ થયો હતો અને હાલના સમયમાં તેુજ ખુબ જ પ્રીમિયર સ્માર્ટ ફોન છે. તેમાં અનેક સારા ફીચર્સ પણ જોવા મળે છે. તેને ભારતમાં 79,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે જો કે કિંમત ઘટી છે અને આ છુટનો ફાયદો તમે વિવિધ ઇ કોમર્સ વેબસાઇટ પરથી ઉઠાવી શકો છો. જો તમે આઇફોન લેવા માંગો છો તો આ તમારા માટે સૌથી શ્રેષ્ઠ સમય છે.

ઇ કોમર્સ સાઇટ્સ પર ફોન મળી રહ્યો છે ખુબ જ સસ્તો
Amazon પર APPLE iphone 13 ને 71,900 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. કિંમત તેના બેઝ વેરિયન્ટ માટે છે. તેના બેઝ મોડલમાં 128 GB ની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જ્યારે આ સ્માર્ટફોનને તમે Flipkart થી 73,999 રૂપિયામાં ખરીદી શકીએ તેમ છીએ. કંપનીના આ ફોનની સાથે એક્સચેન્જ ઓફર પણ આપી રહી છે. એવામાં તમે તમારા જુના એન્ડ્રોઇડ ફોનને એક્સચેન્જ કરતા વધારે ડિસ્કાઉન્ટનો ફાયદો પણ ઉઠાવી શકો છો. ફ્લિપકાર્ટથી આ ફોન ખરીદવા અંગે 19,000 રૂપિયા સુધીની એક્સચેન્જ આપવામાં આવી રહી છે.

ADVERTISEMENT

તમારા જુના ફોનની પણ કિંમત પણ ધારી નહી હોય તેવી મળશે
જો કે એક્સચેન્જ ઓફરની વેલ્યુ તમારા ફોનની કન્ડીશન પર ડિપેંડ કરે છે. એમેઝોન 24,500 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર આપી રહ્યા છે. તેના પગલે તમે Apple Iphone 13 ને 50 હજાર રૂપિયા કરતા પણ ઓછી કિંમતે ખરીદી શકશો અને તમે એન્ડ્રોઇડમાંથી મુક્તિ મેળવવા માંગતા હો અને આઇવર્લ્ડમાં પ્રવેશવા માંગતા હો તો આ તમારા માટે સૌથી શ્રેષ્ઠ સમય છે.

    follow whatsapp

    ADVERTISEMENT