Independence Day 2024: CM ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં કર્યું ધ્વજવંદન, ગાંધીજી અને સરદાર પટેલને કર્યું વંદન
Independence Day 2024: આજે નડિયાદ ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ (Independence Day) ની ઉજવણી કરવામાં આવી રહી છે. નડિયાદના પરેડ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો ફરકાવ્યો.
ADVERTISEMENT
Independence Day 2024: આજે નડિયાદ ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ (Independence Day) ની ઉજવણી કરવામાં આવી રહી છે. નડિયાદના પરેડ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો ફરકાવ્યો હતો. નડિયાદના પરેડ ગ્રાઉન્ડ લાખોની સંખ્યામાં લોકો આ હર્ષના પર્વમાં જોડાયા છે.
મહાત્મા ગાંધી અને સરદાર પટેલને વંદન કર્યું
તિરંગો લહેરાવ્યા બાદ CM ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને વંદન કર્યું. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યુ છે. સરદાર પટેલે કુનેહપૂર્વક એક ભારતનું નિર્માણ કર્યુ છે.
Live: 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત નડીયાદ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ. https://t.co/TkihuhJzwP
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 15, 2024
ADVERTISEMENT
'ભારતમાં વિશ્વમાં પાંચમી અર્થવ્યવસ્થા બની છે'
તેમણે કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ સુરાજ્ય માટે પ્રયત્નશીલ છે, નરેન્દ્રભાઈએ સર્વગ્રાહી વિકાસનો પાયો નાખ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસનો નારો દેશવ્યાપી બન્યો છે. ભારતમાં વિશ્વમાં પાંચમી અર્થવ્યવસ્થા બની છે. 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે. ગુજરાતે સવા સાત કરોડ વૃક્ષો વાવ્યા છે.
2047 સુધી ભારત વિકસિત રાષ્ટ્ર બનશેઃ સીએમ પટેલ
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 'વડાપ્રધાને આત્મનિર્ભર-વિકસિત-ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવન (2047)નું વિઝન આપ્યું છે અને આ વિઝનને હાંસલ કરવા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે.'
ADVERTISEMENT
'દેશભક્તિના તમામ કાર્યક્રમોમાં ગુજરાત અવ્વલ'
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આજે દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે. આજે હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ઉમંગથી જોડાયુ છે. દેશભક્તિના તમામ કાર્યક્રમોમાં ગુજરાત અવ્વલ રહ્યું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો મંત્ર છે. રાજ્યમાં નવા વેપાર ધંધાની અનેક તકો ઉભી થઇ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT